પાડોશ પહેલાની નીતિની અસર

0
88

વર્તમાન સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાલ અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ મ્યાનમાર જઇને આવ્યા છે. આ જ મહિનાના અંત સુધી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના શાંતિ નિકેતનમાં બાંગ્લાદેશ ભવનનુ ઉદ્‌ઘાટન કરનાર છે. આ પ્રસંગે બાંગ્લાદેશના મહાન કવિ કાજી નજરુલને સન્માનિત પણ કરવામાં આવનાર છે. અટકળો એવી પણ ચાલી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકત્તા એરપોર્ટ પર શેખ હસીનાનુ સ્વાગત કરવા માટે પહોંચી શકે છે. ચીનની બેલ્ટ એન્ડ રોડની પોલીસી હેઠળ ભારતે આ પ્રકારની તૈયારી કરી છે. ચીનની આક્રમક નિતી સામે ભારતે હવે પડોશી પહેલાની નીતિ પર કામ શરૂ કર્યુ છે. હાલના વર્ષોમાં ચીનના વધતા જતા પ્રભાવના કારણે ભારતના પડોસી દેશો સાથે સંબંધ ખટાસમાં પડી રહ્યા છે. ઐતિહાસિક સંબંધ અને અનેક પરિયોજના જે ભારતને પડોશી દેશો સાથે જાડે છે તે ટિકા ટિપ્પણી હેઠળ આવી ગઇ છે. ચીની યોજના લાલચી રહેલી છે જેના કારણે મોટી યોજના ઝડપથી બની રહી છે. તે ભારતીય યોજનાની ગતિ અને કદને મર્યાદિત કરે છે.
ભારત અને ચીનના સંબંધોમાં ઐતિહાસિક અડચણો આવી રહી છે. જેના કારણે સમસ્યા વધારે જટિલ બની રહી છે. જેના કારણે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધમાં નાની અડચણો આવી રહી છે. નાના મુદ્દા પર પણ તેમની વચ્ચે ગંભીર અસર જાવા મળી રહી છે. દાખલા તરીકે વર્ષ ૨૦૧૫માં લાગુ કરવામાં આવેલા નવા બંધારણના કારણે નેપાળ સાથે ભારતના સંબંધમાં અડચણો ઉભી થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પડોશ પહેલાની નીતિમાં ચીનના પ્રભાવને સૌથી પહેલા જાઇ શકાય છે. તેની અસર પણ છે. ચીન ભારત માટે આમાં પણ પડકારરૂપ છે. જેના કારણે ભારતની રણનીતિમાં ફેરફાર થઇ રહ્યા છે. વડાપ્રધાન કેપી ઓલીએ ઓગષ્ટ ૨૦૧૬માં ભારત પર પોતાની સરકારને ઉથલાવી દેવાનો આરોપ પણ મુક્યો હતો. મ્યાનમારમાં પણ રોહિગ્યા શરણાર્થીઓ પ્રત્યે ભારતના વલણના કારણે કેટલીક સમસ્યા આવી રહી છે. ભારતમાં રહેતા ૪૦ હજાર રોહિગ્યા શરણાર્થીઓને લઇને કેટલાક પ્રશ્નો થઇ રહ્યા છે. નેપાળમાં બે દિવસની યાત્રામાં મોદીએ નેપાળ સાથેના સંબંધોને નવી ઉંચાઇ પર લઇ જવાના તમામ પ્રયાસો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે હાલમાં નેપાળ પહોંચી ગયા હતા. આ યાત્રા દરમિયાન મોદી સીતાના પીયર અને ઐતિહાસિક ગણાતા શહેર જનકપુરમાં વિશેષ પૂજા કરવા માટે પહોંચ્યા હતા. ભલે વડાપ્રધાન મોદી હવે નેપાળ પહોંચ્યા છે પરંતુ તેમના ચાહકો છેલ્લા કેટલાક દિવસથી તેમને સાંભળવા માટે રાહ જાઈ રહ્યા હતા. મોદીએ નાગરિક અભિવાદન કાર્યક્રમમાં જનકપુરની પ્રજાને સંબોધન પણ કર્યું હતું. આ ગાળા દરમિયાન મોદીએ ભારત અને નેપાળના સંબંધોને યુગ જુના ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નેપાળ વગર ભારતના ધામ પણ અધુરા છે અને રામ પણ અધુરા છે. મોદીએ ઉમેર્યું હતું કે, બંને દેશોની મિત્રતા કોઇ રણનીતિ અથવા રાજદ્વારી નીતિ સાથે સંબંધિત નથી. મોદીએ કહ્યું હતું કે, સીતાએ જ ભદ્રકાળી એકાદશીના દિવસે તેમને દર્શન કરવા માટે નક્કી કર્યું હતું. આજે જાનકી મંદિરમાં દર્શન કરીને તેમની વર્ષો જુની મનોકામના પૂર્ણ થઇ છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત અને નેપાળની મિત્રતા આજની નહીં બલ્કે ત્રેતાયુગની રહેલી છે. રાજા દશરથ અને રાજા જનકે જનકપુરી અને અયોધ્યાને નહીં બલ્કે નેપાળ અને ભારતને પણ એક બંધનમાં બાંધી દીધા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત અને નેપાળ કોઇ પરિભાષાથી નહીં બલ્કે એવી ભાષા સાથે જાડાયેલા છે જે ભાષા વિશ્વની છે. મોદીએ ઉમેર્યું હતું કે, અમારી પ્રકૃત્તિ અને સંસ્કૃતિ પણ એક સમાન રહેલી છે. નેપાળ વગર ભારતની આસ્થા પણ અધૂરી રહેલી છે. મોદીએ કહ્યું હતું કે, નેપાળ અને ભારતની મિત્રતા રામચરિત્ર માનસની ચોપાઈથી પણ સમજી શકાય છે. બંને દેશોએ એકબીજાની મુશ્કેલ સમયમાં મદદ કરી છે. મોદીએ કહ્યું હતું કે, વિકાસ માટે લોકશાહીનો રસ્તો સૌથી મહત્વપૂર્ણ છે. ભારત અને નેપાળ પાંચ ટી ઉપર આધારિત છે. જેમાં ટ્રેડિશન, ટ્રેન્ડ, ટ્યુરિઝમ, ટેકનોલોજી અને ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે. પડોશ પહેલાની નિતીમાં ચીન સૌથી મોટા પડકાર તરીકે છે. એમ માનવામાં આવે છે કે નેપાળ સાથે સંબંઘોને મહત્વ આપવા આગામી મહિનામાં ફરી નેપાળ જઇ શકે છે. તમામ પડોશી દેશ સાથે સંબંધ મજબુત કરવા પર મોદી ધ્યાન આપી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY