પ્રેકિટસ મેચ : ઓસી.ઈલેવનના છ વિકેટે ૩૫૬ રન,ભારતથી બે રન પાછળ

0
36

સિડની,તા.૩૦
હૈરી નિએલ્સન (અણનમ ૫૬) અને આરોન હાર્ડી (અણનમ ૬૯)ની સદીની ભાગીદારીની મદદથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવને અહીં ચાલી રહેલા પ્રેકિટસ મેચમાં પોતાની પ્રથમ ઈનિંગમાં શુક્રવારે ત્રીજા દિવસે સ્ટંમ્પ્સ સુધી ૬ વિકેટના નુકસાન પર ૩૫૬ રન બનાવી લીધા છે. સિડની ક્રિક્રેટ ગ્રાઉન્ડ પર ચાલી રહેલા મેચમાં ઓસ્ટ્રેલિયા માટે હૈરી અને હાર્ડી હજુ મેદાનમાં છે. બંન્નેએ સાતમી વિકેટ માટે ૧૨૨ રન જાડ્યા છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ ૬૭ રન આપીને ૩ વિકેટ ઝડપી છે. ઉમેશ યાદવ અને અશ્વિનને એક-એક સફળતા મળી હતી.
ભારતીય ટીમની ઈનિંગ ૩૫૮ રને સમાપ્ત થયા બાદ પોતાની પ્રથમ ઈનિંગ રમવા ઉતરેલી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવને બીજા દિવસની રમત પૂર્ણ થતા વિકેટ ગુમાવ્યા વિના ૨૪ રન બનાવ્યા હતા. યજમાન ટીમે આ સ્કોર પર રમવાનું શરૂ કર્યું હતું. બેટ્‌સમેન ડાર્સી શોર્ટ અને મૈક્સ બ્રાયંટે પ્રથમ વિકેટ માટે ૧૮.૩ ઓવરમાં ૧૧૪ રન જાડતા ઓસ્ટ્રેલિયા ઇલેવનને શાનદાર શરૂઆત અપાવી હતી. તેનો પ્રથમ ઝટકો બ્રાયંટના રૂપમાં લાગ્યો હતો. તેને અશ્વિને ૬૨ રનના વ્યકિતગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવનને સ્કોર હજુ ૧૫૩ રન પહોંચ્યો ત્યારે શમીએ ડાર્સી શોર્ટને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ જૈક કાર્ડર (૩૮) અને કેપ્ટન સૈમ વાઇટમૈન (૩૫) ત્રીજી વિકેટ માટે ૬૦ રન જાડ્યા અને ઓસ્ટ્રેલિયા ઇલેવનનો સ્કોર ૨૧૩ પર પહોંચાડ્યો હતો. આ સ્કોર પર ઉમેશ યાદવે સૈમને આઉટ કર્યો હતો.
ત્યારબાદ પરમ ઉપ્પલ (૫)ને અશ્વિને રનઆઉટ કર્યો હતો. ઉપ્પલની વિકેટ ૨૨૬ રનના કુલ સ્કોરે પડી હતી. આજ સ્કોર પર શમીએ જૈકને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ હૈરીએ હાર્ડી સાથે મળીને ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં ૧૨૨ રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયા ઈલેવનનો સ્કોર ૩૫૬ સુધી પહોંચાડી દીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY