નકલી બેંક એકાઉન્ટ કેસમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ધરપકડ

0
8

ઢાકા,તા.૧૦
નકલી બેંક એકાઉન્ટ કેસના મામલે નેશનલ એકાઉબ્યૂરો (એનબીએ) દ્વારા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની આજે ધરપકડ કરવામાં આવી હતી. ઝરદારીની તેના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નકલી બેંક એકાઉન્ટ મામલે ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઝરદારી અને તેની બહેન ફરયાલ તાલપુરની જામીન વધારવાની અરજી ફગાવી દીધી હતી. ઇસ્લામાબાદ હાઇકોર્ટે આ બાદ એનબીએને ઝરદારી અને ફરયાલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
નકલી બેંક એકાઉન્ટના મામલાનો સામનો કરી રહેલા, પાકિસ્તાન પીપલ્ય પાર્ટીના સહ અધ્યક્ષ અસિફ અલી ઝરદારીની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે આ મામલે ઝરદારી અને તેની બહેનને ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઝટકો આપતાં જામીન લંબાવવાની ના પાડી દીધી હતી.
આ મામલે ન્યાયાધીશ અમીર ફારુખ અને ન્યાયમૂર્તિ મોહસિન અખ્તાર કિયાનીની બેંચ સુનાવણી કરી રહી છે. ઝરદારી અને તેની બહેન પર નકલી બેંક એકાઉન્ટ દ્વારા અબજા રૂપિયાની લેણદેણનો મામલો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY