ઓઇરાસ,તા.૨૦
પોર્ટુગલની ટીમથી ૯ મહિના સુધી દૂર રહ્યાં બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો યૂરો ૨૦૨૦ના શરૂ થયા પહેલા મંગળવારે રાષ્ટ્રીય ટીમ સાથે જાડાઈ ગયો હતો. યુવેન્ટ્સના ૩૪ વર્ષના મુખ્ય ખેલાડીને પોર્ટુગલના કોચ ફર્નાંડો સાંતોસે યૂક્રેન અને સર્બિયા વિરુદ્ધ ઘરેલૂ મેચો માટે ટીમમાં સામેલ કર્યો છે. તેણે ૨૦૧૮ વિશ્વકપ બાદથી દેશનું પ્રતિનિધિત્વ કર્યું નથી.
હાલની યૂરોપીય ચેમ્પિયન ટીમ લિસ્બનમાં યૂક્રેન વિરુદ્ધ ગ્રુપ બી મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેનો સામનો સર્બિયા સામે થશે. પોર્ટુગલનું પ્રતિનિધિત્વ કરનાર યુવેન્ટ્સના તેના સાથી ખેલાડીએ જાઆઓ કૈન્સેલોએ રોનાલ્ડોની પ્રશંસા કરી છે.
તેણે કહ્યું, ‘ક્રિસ્ટિયાનો (રોનાલ્ડો) કોઈપણ ટીમ માટે ફાયદાકારક ખેલાડી છે.’ તેની સાથે રમતા અમને ખુશી છે અને તે અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



