પ્યુના જીઓથર્મલ સ્ટેશનના બે કૂવા સુધી પહોંચ્યો જ્વાળામુખીનો લાવા

0
17

ન્યુ દિલ્હી,તા.૨૯
હવાઇના કિલાઉ જ્વાળામુખીનો લાવા જીઓથર્મલ પાવર પ્લાન્ટના બે કૂવા સુધી પહોંચી ગયો છે. જ્વાળામુખીમાં નવી ફિશરો ખૂલી રહી છે જેના કારણે સોમવારે મોડી રાત્રે ૧૫,૦૦૦ ફૂટ ઉંચા બ્લાસ્ટ્‌સ થયા હતા. લાવા ૩૮ મેગાવોટ્‌સ પ્યુના જીઓથર્મલ સ્ટેશનના બે કૂવા જેમાં વરાળ અને ગેસ ભરવામાં આવ્યા છે તે એરિયા પર પહોંચી ગયો છે. હવાઇ સિવિલ ડિફેન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, પાવર સ્ટેશનના તમામ કૂવાઓ સુરક્ષિત છે. હવાઇ ગવર્નર ડેવિડ ઇગના જણાવ્યા અનુસાર, લાવાથી આ પ્લાન્ટને કોઇ નુકસાન નહીં થાય. ઉલ્લેખનીય છે કે, જ્વાળામુખીનો લાવા પાવર સ્ટેશનની પાછળ આવેલી જમીન પર ફેલાઇ ગયો છે અને પ્લાન્ટની આસપાસ આવેલા ડઝનથી વધુ મકાનો નષ્ટ થયા છે. સ્ટેટ ઇમજરન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે, અત્યાર સુધી કોઇ પણ જ્વાળામુખીનો લાવા જીઓથર્મલ પ્લાન્ટ સુધી પહોંચ્યો નથી, તેથી જો આ થર્મલ સ્ટેશનના કૂવાઓમાં બ્લાસ્ટ થયા તો તેનાથી શું નુકસાન થશે તે કહી શકાય તેમ નથી.
આ અઠવાડિયાના અંતમાં જ્વાળામુખી સમિટમાં ૨૫૦ ભૂકંપના આંચકાઓ આવ્યા હતા. જેના કારણે, ૧૫૦૦૦ ફૂટ ઉંચા બ્લાસ્ટ્‌સ થયા હતા. સોમવાર અને મંગળવારે પવનની દિશા બદલાઇ રહી છે. જે જોતાં નેશનલ વેધર સર્વિસે લાવાનો વોગ (ધૂમાડો અને રાખ) નોર્થ અને વેસ્ટ તરફ રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જશે. યુએસ મરિન કોર્પ્સ અને નેશનલ ગાડ્‌ર્સ હેલિકોપ્ટર્સે અત્યાર સુધી ૧૦૦૦ લોકોને રેસ્ક્્યુ ઓપરેશનથી બચાવ્યા છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY