મગફળી ના ગોડાઉનમાં આગ લાગવાના મામલામાં ગોડાઉન માલિક સહિત ૬ની ધરપકડ

0
120

ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાના મામલામાં માલિક અને મેનેજરની બેદરકારી સામે આવી છે. સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચે આ મેગા સર્ચ ઓપરેશનમાં માલિક સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસ દરમિયાન બેદરકારી સામે આવી છે.સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કરતા કહ્યું છે કે આ આગ લગાવવામાં કોઈ કાવતરૂં નથી. વેલ્ડિંગ દરમિયાન આ આગ લાગવામાં આવી છે. વેલ્ડિંગના પતરા કાપવા જતા મગફળીમાં આગ લાગી હતી. વેલ્ડરોની બેદરકારીને કારણે આગ લાગ્યા બાદ કારસ્તાન છુપાવવા વેલ્ડીંગ મશીન સહિતની સામગ્રી છુપાવી દેવામાં આવી હતી.
ગોંડલના ઉમવાડા રોડ પર આવેલ રામરાજ કોટન મીલમાં રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલ 28 કરોડની મગફળીના જથ્થામાં ગત મંગળવારે આગ લાગી હતી. આ મામલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચના ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગોડાઉનમાં 5 જાન્યુઆરી જ મગફળીનો નવો જથ્થો આવ્યો હતો. વેલ્ડિંગ સ્થળથી મગફળીનો જથ્થો 3 ફૂટ દુર હતો. તેમણે જણાવ્યું કે ગોડાઉનના દરવાજાના વેલ્ડીંગમાં કામ કરતા સમયે આગ લાગી હતી. જેના કારણે વેલ્ડરોએ માલિક દિનેશભાઈ લોહાણાને જાણ કરી હતી. દિનેશભાઈ તથા તેમના માણસે વેલ્ડીંગ મશીન સહિતની સામગ્રી છુપાવી દેવાની અને ત્યાંથી નીકળી જવાની સૂચના આપી હતી. આ અંગે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની સામે IPC 436, 114, 201 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.તેમણે જણાવ્યું હતું કે હજુ પુરાવા મળશે તેની ધરપકડ કરીશું. આ છ લોકોના 10 દિવસના રિમાંડની માંગણી કરી છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY