ઓલપાડ તાલુકાની પોલીસને બુટલેગરો ગણકારતા નથી, સ્ટેટ મોનિટરીંગ સેલે સેગવામાં દારૂ ઝડપ્યો

0
110

સ્ટેટ મોનિટરીંગ સેલની પોલીસ ટીમે સાયણ નજીક આવેલા સેગવા ગામે રૂ.૧,૪૪,૬૭૫ના મુદ્દામાલ સાથે ૭૦૮ લિટર દેશી દારૂ તથા ગુનામાં વપરાયેલા વાહનો સાથે બે આરોપીને ઝડપી પાડતા તાલુકાના બુટલેગરોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની પોલીસ ટીમ શનિવારે સાંજના સુમારે ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઓલપાડ તાલુકાના દરિયાઈ8કાંઠા વિસ્તારના ડભારી ગામે રહેતો કાંતિ નામનો ઈસમ તેની મારુતિવાન નં.(જીજે-૫,જે એફ-૯૭૨૬)માં દેશી દારૂની પોટલીઓ ભરી સેગવા ગામની સીમના તળાવની પાસે આવેલા ખેતરમાં દેશી દારૂ ખાલી કરી રહ્યો છે. જેના પગલે સ્ટેટ મોનિટરિંગ પોલીસે રેડ કરતાં ત્રણ ઈસમ પૈકી મારુતિવાનનો ચાલક સંજય સુરેશ પટેલ એક્ટિવા ઉપર દારૂ લેવા આવેલ શશીકાંત ભગવાનદાસ રાણા ઝડપાઈ ગયા હતા. જ્યારે એક ઈસમ પોલીસને ચકમો આપી ભાગી છુટયો હતો. પોલીસે મારુતિવાનની તપાસ કરતાં વાનમાંથી પાસ પરમિટ વિનાના દેશી દારૂની પોટલીની ગુણ નંગ-૨૧માં સંતાડેલો ૭૦૮.૭૫ લિટર દારૂ કિંમત રૂ.૧૪,૧૭૫ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી મારુતિવાન કિંમત રૂ. એક લાખ, એક્ટિવા બાઈક કિંમત રૂ. ૨૫,૦૦૦, બે નંગ મોબાઈલ કિંમત રૂ. ૫૫૦૦ મળી કુલ રૂ. ૧,૪૪,૬૭૫ના મુદ્દામાલ કબજે કરી બંનેને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસ રેડ સમયે ગુનામાં સંડોવાયેલો દેશી દારૂ લેનાર સુરતના ગોલવાડમાં રહેતો હરીશ રાણા, કતારગામની ગોટાલાવાડીમાં રહેતો ભલો તથા ભાગી જનાર મોર ટુંડા ફળિયાના રહીશ રાજેશ ઈશ્વર પટેલને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY