ઓએલએક્સ પર ફોર વ્હીલર મૂકવું ભારે પડ્યું : ૭.૫૦ લાખની કાર લઈ શખ્સ ફરાર

0
254

સુરત,તા.૧૬
સુરતના નાના વરાછાના યુવકને ઓનલાઇન સાઇટૅન્ઠ પર ફોર વ્હીલર વેચવા મૂકવાનું ભારે પડી ગયું હતું. કાર ખરીદવાનું કહી વેસ્ટ મુંબઇના જાગેશ્વરનો મુકેશ ચૌહાણ ૭.૫૦ લાખ રૂપિયાની કિંમતની કાર લઇ ફરાર થઇ ગયો હતો.
નાના વરાછા રણછોડનગર ખાતે રહેતા એકતાબેન અશ્વિનભાઇ લાંગડીયાએ પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની પાસે ફોર્ડ કંપનીની ઇકો સ્પોર્ટસ કાર હતી. જે કાર ઓનલાઇન સાઇટૅન્ઠ પર વેચાણ માટે મૂકી હતી.
ઓનલાઇન સાઇટ પર કારના ફોટા જાઇને વેસ્ટ મુંબઇના જાગેશ્વરી ખાતે રહેતા મુકેશ લાડુરામ ચૌહાણે તેમને કોલ કર્યો હતો. ત્યારબાદ કારની ૭.૫૦ લાખ રૂપિયા કિંમત નક્કી કરી તેમણે કાર ખરીદવાની ઇચ્છા વ્યકત કરી હતી. દરમ્યાન તેમણે કાર બતાવવા પૂણા પાટિયા પાસે બોલાવ્યા હતા. તે સમયે તેમની ઇકો કાર લઇ મુંબઇનો ગઠિયો ફરાર થઇ ગયો હતો.
રૂપિયા ચૂકવ્યા વગર જ કાર લઇને ભાગી જતાં કાર માલિકે પૂણા પોલીસ મથકમાં સંપર્ક સાંધ્યો હતો. તેમજ મુકેશ ચૌહાણ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY