અમદાવાદ,તા.૧૬
શહેરમાં નવરાત્રી મહોત્સવની સાથે સાથો રોમિયો પણ બેફામ બન્યા છે. ગઈકાલે એટલે કે છઠ્ઠા નોરતે શહેરના વિવિધ વિસ્તારોમાં ડીકોય ટીમો ગોઠવી મહિલાઓની ગરિમાને હાનિ પહોંચાડે એવું વર્તન કરતા ૧૦ યુવાનોને ઝડપી લેવામાં આવ્યા છે. આ તમામને મહિલા સેલના કર્મચારીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ઝડપી પાડ્યા હતા. પૂર્વ અને પશ્ચિમના મહિલા પોલીસ અધિકારી, કર્મચારીઓની ડીકોયની બે ટીમ, મહિલા હેલ્પ લાઈન-૧૮૧ની ૧૦ ટીમ તેમજ સુરક્ષા સેતુની ૦૫ ટીમ બનાવી સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
શહેર પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશન ક્રાઈમ બ્રાન્ચે સ્ત્રીઓની છેડતી થતા રોકવા માટે એક્શન પ્લાન ઘડ્યો છે. તેમજ આ પ્રકારના કોઈ બનાવો ન બને તે માટે કડક સુચના આપી છે. જેને પગલે મહિલા સેલના કર્મચારીઓને ટ્રેડિશનલ ડ્રેસમાં મોકલી ડીકોય ગોઠવવામાં આવી હતી. જેમાં ૧૦ યુવાનોને મહિલાઓની ગરિમાને હાનિ પહોંચાડતા ઝડપી લેવામાં આવ્યા હતા.
આ તમામ આરોપીઓ સામે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ-પશ્ચિમ ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



