ઓમાહા,તા.૫
વિશ્વના સૌથી ટોચના ધનકુબેરોની યાદીમાં સ્થાન ધરાવનાર અને ઈન્વેસ્ટેમેન્ટ ગુરુ ગણાતા વોરેન બફેટે મહિલાઓને રોકાણ ક્ષેત્રે ઊંચો દરજ્જો આપવાની તરફેણ કરી છે. પોતાની કંપની બર્કશાયર હાથવેના શેરધારકોની વાર્ષિક સભામાં મહિલાઓ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં બફેટે હાજર રહીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. મહિલાઓએ યોજેલા કાર્યક્રમ વેરિઅન્ટ પર્સપેકિતવ્સમાં બફેટે ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પુરૂષ અને મહિલાઓ વચ્ચેના અસંતુલનનો અંત લાવવા જણાવ્યું હતું.
બફેટે જણાવ્યું કે હું લાંબા સમયથી આ ઈચ્છતો હતો અને હવે મહિલાઓ પણ પુરૂષ સમોવડી થઈ છે ત્યારે રોકાણક્ષેત્રે મહિલાઓને પણ ઊંચો દરજ્જો મળવો જરૂરી છે. બફેટે મહિલાઓના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે, ‘જ્યારે મને કોઈ રોકાણ વિશે વાત કરવા બહારથી બોલાવે છે ત્યારે હું તેમને જાતિ વિશે પૂછતો નથી. મારા માટે કોઈ ફરક પડતો નથી.’
વધુમાં તેમણ હળવા મૂડમાં જણાવ્યું કે, ‘કંપનીના શેર કિયારેય પૂછતા નથી કે તેનો માલિક પુરૂષ છે કે મહિલા. અમેરિકામાં માત્ર ત્રણ ટકા મહિલાઓ ઈન્વેસ્ટમેન્ટ ફંડનું સંચાલન કરે છે જે ઘણું ઓછું છે.’ આ કાર્યક્રમમાં એક કંપનીના માલિક લોરા રિટ્ટનહાઉસે જણાવ્યું કે, અમેરિકામાં ૬૦ ટકા સંપત્તિ મહિલાઓ પાસે છે તેમ છતા મહિલાઓને ફંડ મેનેજ કરવા અયોગ્ય ગણવામાં આવે છે તે આઘાતજનક છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



