ભોપાલ,તા.૫
મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલના ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરને ભોપાલ જિલ્લાના ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી છે. હકીકતમાં પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પ્રચાર કરવા પર ચૂંટણી પંચે પ્રતિબંધ મુકિયા હોવા છતાં તેમણે પ્રચાર કર્યા હોવાની ફરિયાદ મળતા તેમને નોટિસ ફટકારાઈ હતી. ચૂંટણી પંચે તેમને પ્રજ્ઞા ઠાકુર પર ૭૨ કલાકનો પ્રતિબંધ મૂક્્યો હતો.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, પ્રજ્ઞાએ દિવંગત આઇપીએસ અધિકારી વિરુદ્ધ આપેલા નિવેદન અંગે માફી માંગી લીધી છે તેમ છતા ચૂંટણી પંચને લાગે છે કે તેમનું આ નિવેદન અનુચિત છે.
નોંધનીય છે કે, પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું હતું કે, એટીએસના વડા હેમંત કરકરેએ માલેગાંવ વિસ્ફોટની તપાસ દરમિયાને તેમને ખૂબ જ હેરાન કર્યા હતા અને તેમના શ્રાપને કારણે જ ૨૬/૧૧ આતંકવાદી હુમલામાં કરકરેનું મોત થયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



