એક તરફી પ્રેમમાં પાગલ યુવાને અશ્લીલ ચેનચાળા કરતા ફરિયાદ નોંધાઈ

0
86

અમદાવાદ,તા.૧૯
અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રેસિડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે. યુવક છેલ્લાં સાત વર્ષથી યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ છે. થોડાક સમય પહેલાં યુવતીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી ત્યારે ગઇ કાલે પણ તેની હરકતો ચાલુ રહેતાં વધુ એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે.
અસારવાની સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં રેસિડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરી છે. મૂળ ભૂજની અને સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં સાત વર્ષથી અભ્યાસ કરતી રેસિડન્ટ ડોક્ટર યુવતી પહેલાં યુ.એન.મહેતા હોસ્પિટલ સામે આવેલ ઢાબરાનગર સોસાયટીમાં રહેતી હતી.
તે સમયે સોસાયટીમાં રહેતો રવીન્દ્ર પરસોતમભાઇ પરમાર યુવતીને અવારનવાર જાતો હતો અને તેનો પીછો કરતો હતો. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ પી.જી.હોસ્ટેલમાં યુવતી હતી તે સમયે રવીન્દ્ર હોસ્ટેલની લોબીમાં ઊભો હતો અને તેની સામે જાઇને બીભત્સ ઇશારા કરતો હતો. યુવતી રવીન્દ્રની હરકતથી કંટાળીને રૂમમાં જતી રહી હતી અને સાંજે તેના મંગેતર અને નણંદને જાણ કરી હતી. યુવતીના મંગેતરે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં તેણે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરીને ફરિયાદ કરી હતી. શાહીબાગ પોલીસે રવીન્દ્ર વિરુદ્ધમાં છેડતીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY