કચ્‍છને ત્‍વરીત અછતગ્રસ્‍ત જાહેર કરી સત્‍વરે રાહત કામગીરી હાથ ધરી છે: મુખ્યમંત્રી

0
43

પાણી તેમજ ઘાસચારાની પર્યાપ્‍ત સુવિધા ઉભી કરવા રાજય સરકારનું સુચારૂ આયોજન 

માધાપર ગૌરક્ષણ સંસ્થા સંચાલિત ગૌશાળાની મુલાકાત લેતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

• ૫૦૦થી વધુ પશુઓની સાર સંભાળ અને વ્યવસ્થાપન થી પ્રભાવિત થતા મુખ્યમંત્રી

• ગૌપૂજન તેમજ ગાય માતાને ઘાસચારો અર્પણ કરતા મુખ્યમંત્રી

કચ્છના અછતગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા માટે મૂલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માધાપર ગૌશાળાની મુલાકાત લેતા જણાવ્‍યું હતું કે, પ્રવર્તમાન પરિસ્‍થિતિને જોતાં રાજય સરકાર દ્વારા  કચ્‍છ જિલ્‍લાને ત્‍વરીત અછતગ્રસ્‍ત જાહેર કરી સત્‍વરે રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વિકટ પરિસ્‍થિતિમાં રાજય સરકાર કચ્‍છના લોકોની સાથે હોવાનું અને પાણી તેમજ ઘાસચારાની ર્પ્‍યાપ્‍ત સુવિધા ઉભી કરવા માટે સંવેદનશીલ સરકાર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવી રહ્યું છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્‍યમંત્રીએ જણાવ્‍યુ હતું કે, હાલ પ્રાયોગિક ધોરણે પંજાબથી ઘાસચારો મંગાવી પશુઓને આપવામાં આવી રહયો છે. તેની યોગ્‍ય ચકાસણી તેમજ સાનુકુળતા જોઇ વિપુલ પ્રમાણમાં પંજાબથી પશુઓ માટે ઘાસચારો મંગાવામાં આવશે.મુખ્‍યમંત્રીએ માધાપર સ્થિત ૫૦૦થી વધુ પશુધન પાલક ગૌશાળાની મુલાકાત લીધી હતી તેમજ સંસ્થા દ્વારા ગાયોની લેવામાં આવતી સાર સંભાળ અને વ્યવસ્થાપન માહિતી મેળવી હતી. ત્યારબાદ રૂપાણીએ ગૌમાતાનું પૂજન કર્યું હતું અને ગૌમાતાને ગોળ-ઘાસચારો આપ્યા હતા.

માધાપર નવાવાસ ગામના સરપંચ પ્રેમીલાબેન તેમજ સંસ્થાના પ્રમુખ અરજણભાઈ શિવજીભાઇ તેમનું મોમેન્‍ટો આપી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, રાજયમંત્રી વાસણભાઇ આહિર, તાલુકા સદસ્ય દિલીપભાઇ ત્રિવેદી, હિતેશભાઈ ખંડોર, ધનજીભાઈ ભુવા, વેલજીભાઈ ભુડીયા, ગોવિંદભાઈ ખોખાણી, અરજણભાઈ દેવજીભાઈ ભુડીયા, કૌશલ માધાપરીયા, જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, તાલુકા વિકાસ અધિકારી આર.એમ સોની, એસ.ડી.એમ એ.કે.વત્‍સાણી, પશુ ચિકિત્સક હરેશ ઠક્કર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ તકે ઉપસ્થિત રહી મુખ્‍યમંત્રીની ગૌશાળાની મુલાકાતને વધાવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY