હૃદય,કિડની,લિવર,ચક્ષુઓનું દાન કરી છ લોકોને નવજીવન આપ્યુ
સુરત,તા.૧૩
સુરત શહેરમાંથી ૧૯માં હૃદયનું દાન કરવામાં આવ્યું છે. ઉધના વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષની ઉંમરના બ્રેનડેડ યુવકના હૃદય, કીડની, લિવર, અને ચક્ષુઓનું દાન કરી ૬ લોકોને નવજીવન આપવામાં આવ્યું છે. પરિવારજનોએ દીકરાના અંગોનું દાન કરી માનવતાની મહેક પ્રસરાવી સમાજને નવી દિશા બતાવી છે. જ્યારે યુવકના હૃદયને નવી દિલ્હી ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. હૃદયને સુરતથી નવી દિલ્હીનું ૧૧૫૮ કિમીનું અંતર ૧૭૭ મિનિટમાં કાપી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
ઉધના વિસ્તારમાં આવેલા ઓમશ્રી સાંઈ જલારામ નગરમાં મૂળ અમદાવાદ જિલ્લાનો મિહિર ભારતભાઈ પટેલ(ઉ.વ.૧૮) પરિવાર સાથે રહેતો હતો. અને મોરાભાગળ હજીરા રોડ ઉપર આવેલા આઈટીઆઈમાં ડિઝલ મિકેનીકલના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. ગત ૧૦ સપ્ટેમ્બરના રોજ મિહિર સાંજે ૪.૩૦ કલાકે પરીક્ષા આપીને કોલેજથી બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે હજીરા રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલપંપ પાસે એક ડમ્પર ચાલકે ઓવરટેક કરવા જતા બાઈકને ટક્કર લાગતા મિહિર બાઈક ઉપરથી નીચે પડી ગયો હતો. માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ મગજમાં સોજા હોવાનું નિદાન થયું હતું . અને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મિહિરના પરિવારના સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી તેનું મહત્વ સમજાવ્યું હતું. મિહિરના પિતા ભરતભાઈ અને માતા કોકિલાબેને જણાવ્યું હતું કે, ઓર્ગન નિષ્ફળતાની પીડા શું હોય છે તે અમે ખુબ સારી રીતે સમજીએ છીએ. તેમણે જણાવ્યું કે, મારા નાના ભાઈ અશ્વિનની કિડની ૧૯૯૯માં ખરાબ થઇ ગઈ હતી અને તે ડાયાલીસીસ પર હતો. મારા પિતા જીવાભાઇએ તેમની એક કિડની મારા ભાઈને આપી હતી. મારા ભાઈને નવેમ્બર ૨૦૧૧માં લીવરનું કેન્સર થવાથી તેનું મૃત્યુ થયું હતું. આજે જ્યારે અમારો દીકરો બ્રેનડેડ થયો છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે ત્યારે તેના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવા માટે આપ આગળ વધો. વધુમાં તેઓએ જણાવ્યું કે આજે અમે અમારો દીકરો ગુમાવ્યો છે. પરંતુ તેના અંગોના દાન થકી અમારો દીકરો બીજા પાંચ-છ વ્યક્તિઓમાં જીવીત રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




