મુંબઈ,તા.૧૩
સોનમ કપૂર ફક્ત પોતાની ફેશન સ્ટાઇલને કારણે જ નહીં, પરંતુ પોતાની દોસ્તીને લઇને પણ જાણીતી છે. જૈકલીન ફર્નાન્ડિઝ સાથે સોનમની બોન્ડિગ ઘણી જ ખાસ છે. સોનમ જૈકલીનની ઘણી જ નજીક છે. આ વાતનો પુરાવો સોનમે એક ચેટ શા દરમિયાન આપ્યો હતો. અનીતા શ્રોફનાં ચેટ શા દરમિયાન સોનમે જૈકલીનને લઇને ઘણી જ રસપ્રદ વાત કરી હતી. આ દરમિયાન સોનમે જણાવ્યું કે જૈકલીનને કેવા પ્રકારનાં છોકરાઓ પસંદ છે.
આ ચેટ શામાં સોનમે પોતાની પર્સનલ લાઇફ અને દોસ્તોને લઇને ઘણા ખુલાસાઓ કર્યા હતા. સોનમનાં જણાવ્યા પ્રમાણે જૈકલિનને એવા છોકરાઓ પસંદ છે જે ક્રિએટિવ અને નેચરલ ફોટો પોસ્ટ કરતા હોય. તેને એવા છોકરાઓ જરા પણ પસંદ નથી જેમણે પોતાના પ્રોફાઇલ પિક્ચરમાં જીમ વર્કઆઉટ કે શર્ટલેસ ફોટો લગાવી રાખ્યો હોય. આ દરમિયાન સોનમે જૈકલિનને સલાહ આપતા કહ્યુ કે તેણે ડેટિંગ એપનો ઉપયોગ કરવો જોઇએ.
તો સોનમે એ પણ જણાવ્યું કે ડેટિંગને લઇને જૈકલિન પાસેથી ભૂલથી પણ સલાહ ના લેવી જોઇએ. તો પોતાના સાથી કલાકારો શાહિદ કપૂર અને આયુષ્યમાન ખુરાના વિશે તેણે કહ્યુ કે બંને એક્ટર તૈયાર થવામાં ઘણો જ સમય લે છે. ઉલ્લેખનીય છે કે સોનમ કપૂર અત્યારે ‘એક લડકી કો દેખા તો’ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પહેલીવાર પોતાના પિતા અનિલ કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






