નોર્વેઃ સમુદ્રની અંદર ૨૦૫ કિમી લાંબી તરતી સુરંગ બનાવશે

0
26

ઓસ્લો,તા.૩૦
વિજ્ઞાન અને ટેકનીકની મદદથી લોકો ચાંદ સુધી પહોંચી ચૂક્્યા છે, સમુદ્રમાં ઘર બનાવી રહ્યા છે, એવામાં હવે તે દિવસ પણ દૂર નથી કે લોકો સમુદ્રની અંદર ઝડપે ગાડી ચલાવી સકશે. આ દિશામાં નાર્વે જલ્દીથી સમુદ્રની અંદર તરતી સુરંગનું નિર્માણ કરવા જઇ રહ્યો છે. પરિયોજના પર કામ કરનારી સરકારી સંસ્થા નોર્વેજિયન પબ્લિક રોડ્‌સ એડમિનિસ્ટ્રેશનનો લક્ષ્યાંક ૨૦૫૦ સુધી તેનું નિર્માણ પુરું કરવાનો છે. જા આ સુરંગ તૈયાર થઇ જશે તો સાચે એક અજાયબીથી પણ ઓછી નહીં હોય.
સિમેન્ટથી તૈયાર થનાર આ સુરંગમાં બે લેન બનાવવામાં આવશે. ૧૦૦ ફૂટની ઉંડાઇમાં સ્થાપિત થનાર આ સુરંગ ૨૦૫ કિલોમીટર લાંબો હશે. સુરંગને નિયંત્રિત કરવા માટે પાણીની સપાટી પર પીપળાના પુલ તૈયાર કરવામાં આવશે. આ પુલોની વચ્ચે પર્યાપ્ત અંતર હશે જેથી સમુદ્રી જહાજા તેના વચ્ચેથી પસાર થઇ શકે. આ સુરંગ એટલી મજબૂત હશે કે તેના પર કોઇ પણ પ્રકારની હવામાનની અસર થશે નહીં. તેના નિર્માણમાં ચાલીસ અરબ ડોલરનો ખર્ચ થશે.
નાર્વે જા આ પરિયોજનામાં સફળ થઇ જશે તો તે વિશ્વની પહેલી એવી સુરંગ બનાવનાર દેશ બની જશે. ચીન, દક્ષિણ કોરિયા, ઇટલી અને ઈન્ડોનેશિયા પણ આ પરિયોજના પર કામ કરી રહ્યા છે.
પશ્ચિમ નાર્વેમાં સ્થિત ક્રિસ્ટિયાન્ડસેંડ અને ટ્રોનહેમ નામના બે શહેરોની વચ્ચે યાત્રા ઇ ૩૯ માર્ગનો ભાગ છે, જે નોર્વ માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે. સુરંગ બનાવવાનો હેતુ આ બન્ને શહેરોને જાડવાનો છે. આ બન્ને શહેરોનું અંતર લગભગ ૧૧૦૦ કિલોમીટર છે, જેને કાપવામાં ૨૧ કલાક લાગે છે. પરંતુ આ સુરંગ તૈયાર થયા બાદ બન્ને શહેરોનું અંતર માત્ર થોડાક જ કલાક રહી જશે.
દરિયાની સપાટી પર તરતી આ સુરંગનું નિર્માણ કરવાનો પ્લાન કોઇ નવો નથી. ૧૮૮૨માં બ્રિટિશ નૈસૈનિક આર્કિટેક્ટ એડવર્ડ રીડે પણ આવી જ સુરંગ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY