ભારત તરફથી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવે છે
ઈસ્લામાબાદ,તા.૨૨
પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું કે, અમારી સેના કડકમાં કડક આદેશ અને દેશની સુરક્ષા માટે તૈયાર છે અને ભારત પોતાનું ધ્યાન વાતચીત મારફતે શાંતિ અને પ્રગતિ પર લગાવવાની સલાહ આપી હતી.
પાકિસ્તાની સેનાની મીડિયા શાખા ઈન્ટર સર્વિસ પબ્લિશ રિલેશન (આઈએસપીઆર)ના અનુસાર સૈન્ય પ્રમુખે એક મહિનાની અંદર બીજી વખત સરહદ રેખા (એલઓસી)ની મુલાકાત કરી અને સૈનિકો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, હાલમાં ભારત તરફથી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન અને તેમના સૈન્ય નેતૃત્વ દ્વારા ભડકાઉ નિવેદનબાજીમાં વધારો થયો છે.
જનરલ બાજવાએ કહ્યું કે, અમારી સેના કોઇ પણ પરિસ્થિતિ સામે લડવા તથા પોતાની માતૃભૂમિની રક્ષા માટે પુરી રીતે તૈયાર છે. જેથી બન્ને દેશો માટે સારું રહેશે કે તેમને (ભારત) તેનો અહેસાસ થઇ જાય અને તે પોતાનું ધ્યાન વાતચીત મારફતે શાંતિ અને પ્રગતિમાં લગાવે.
તેમણે એલઓસી પાસેની પરિસ્થિતિ, સંઘર્ષ વિરામનું ઉલ્લંઘનો અને પાકિસ્તાની સેનાની મૂંહતોડ કાર્યવાહી વિશે પણ વાતચીત કરી હતી. ૨૫ ઓક્ટોબરે જનરલ બાજવાએ એલઓસી પર સરપીર અને પાંડૂ સેક્ટરોની મુલાકાત લીધી તથા પાકિસ્તાની સૈનિકો સાથે વાતચીત કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



