રામમંદિર ભાજપનું નહીં, વિશ્વ હિન્દુ પરિષદનું આંદોલન છે

0
25

ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રીનો યુ-ટર્ન નિવેદન
લખનૌ,તા.૨૨
લોકસભા ૨૦૧૯ની ચૂંટણી નજીક આવી રહી છે, એમ અયોધ્યામાં રામમંદિરને લઈને રાજકીય ગરમી વધી રહી છે. રામમંદિર મામલે સતત રાજકીય પક્ષો અને નેતાઓના નિવેદનો આવી રહ્યાં છે. આ શ્રેણીમાં ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય એ કહ્યું કે, રામમંદિર ભાજપનું નહીં પરંતુ વિશ્વ હિન્દુ પરિષદનું આંદોલન છે. ભાજપ રામમંદિર નિર્માણ માટે સમર્થન કરે છે.
કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું કે, રામ જન્મભૂમિ પર કોઈ પણ સમયે રામ મંદિર બનશે, બાબરનો મકબરો બનશે નહીં. રામમંદિર મુદ્દે અચાનક શિવસેના ખુલીને બહાર આવી છે, એ અંગે નાયબ મુખ્યમંત્રી મૌર્યએ કહ્યું કે, એ મીડિયામાં ચર્ચા થાય એ માટે આવું કરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં શિવસેનાનું કોઈ વજૂદ નથી.
કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, ઉધ્ધવ ઠાકરે જા રામભક્તની જે આવતા તો સ્વાગત હતું. એ મુદ્દાને હાઈજેક કરવાની કોશિશ કરી રહ્યાં છે, એ યોગ્ય નથી.
તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ હજુ ઈચ્છે છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય આવી જાય અથવા અરસપરસની સંમત્તિથી રામમંદિર બની જાય. રામમંદિર ભાજપ માટે ચૂંટણીલક્ષી મુદ્દો નથી. રામમંદિરનું નિર્માણ નહીં પાછળ કોંગ્રેસ જવાબદાર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY