અમે એમ્બ્યુલન્સ નજીક પહોંચ્યાં ત્યારે તેમાંથી કિશોરીની બૂમોનો અવાજ સંભળાઈ રહ્યો હતો : કિશોરીના પિતા પાકિસ્તાનમાં ૧૫ વર્ષની શીખ કિશોરી પર એમ્બ્યુલન્સમાં દુષ્કર્મ

0
4
ઈસ્લામાબાદ,તા.૨૯
પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય પર આચરવામાં આવતા અત્યાચારોને પૂરવાર કરતો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે, જેમાં માત્ર ૧૫ વર્ષની માનસિક રીતે અસ્થિર શિખ સમુદાયની કિશોરી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક એમ્બ્યુલન્સમાં બે શખ્સોએ કિશોરી સાથે દુષ્કર્મના મામલાએ ફરી એક વાર દેશમાં વસતા લઘુમતી સમુદાયોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. આ મામલે પાકિસ્તાનની પોલીસે રવિવારે માહિતી આપતા જણાવ્યું હતું કે પીડિત કિશોરી માનસિક અસ્થિરતા ધરાવે છે અને શનિવારના રોજ કિશોરી નનકાના સાહેબ શહેરમાં આવેલા એક ગુરૂદ્વારા પાસેથી ગુમ થયેલ હતી. તેની ઘરવાપસી ન થતા તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી.
આ દરમિયાન પીડિતના પિતાએ જણાવ્યું કે તેઓ પણ પોતાની અબોધ પુત્રીની શોધ કરી રહ્યા હતા જે દરમિયાન નનકાના બાઇપાસ રોડ પર પંજાબ ઇમરજન્સી સેવાની એક એમ્બ્યુલન્સ નજરે પડી હતી, જેમાંથી એક કિશોરીની બૂમો સંભળાઇ રહી હતી. પીડિતાના પિતાએ જણાવ્યું કે તેઓ ઝડપથી એમ્બ્યુલન્સ પાસે પહોંચ્યા હતા જ્યાં તેમણે બે આરોપીઓને કિશોરીનું યૌન શોષણ કરતા જાયા હતા. આરોપીઓ કિશોરીને બે કિલોમીટર દૂર રોડ પર ફેંકીને ફરાર થઇ ગયા હતા.
નનકાના શહેરની પોલીસે આ મામલે અહસાન અલી અને સમીન હૈદર નામક બે આરોપીઓ સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓ સરકારી કર્મચારીઓ હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY