ઉત્તર ભારતમાં ફરી હિમ વર્ષાને પગલે દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો

0
5

નવસારીમાં ૧૦, વલસાડમાં ૧૪ અને સુરતમાં ૧૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું
સુરત, તા. ૦૭
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કાશ્મીરમાં અને ઉત્તરાખંડમાં બરફ વર્ષા થતા રાજ્યના હવામાનમાં ફેરફાર થયો છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે ત્રણ દિવસ સુધી તાપમાન વધ્યા બાદ આજે સડસડાટ ૪ ડિગ્રી ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૦ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૭.૬ ડિગ્રી નોંધાયું છે. ગતરોજ અધિકત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૮. ૨ ડિગ્રી નોંધાયું હતું. સડસડાટ ૪ ડિગ્રી તાપમાન ઘટતા ગરમીથી રાહત મળવાની સાથે સુસવાટાભેર પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો હતો.
નવસારી હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું ન્યુનત્તમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું છે. જે ગતરોજ ૧૪.૬ ડિગ્રી નોંધાયું હતું. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૪.૬ ડિગ્રી નોંધાયું છે. ગતરોજ વલસાડમાં ૧૭.૪ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન હતું. આજે સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તાપમાનમાં સડસડાટ ૪ ડિગ્રીનો ઘટાડો થતા અને ઉત્તર દિશાથી ઠંડો પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો હતો. છેલ્લા બે- ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ઊંચુ તાપમાન નોંધાતા શિયાળાની કાતિલ ઠંડીમાં લોકોને રાહત મળી હતી. અલબત્ત ઉત્તર ભારતના પહાડી ક્ષેત્રોમાં ફરી બરફનો વરસાદ તથા મેદાની પ્રદેશોમાં વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે અને આજે સવારે નવસારી જિલ્લામાં સૌથી નીચુ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાતા ફરીથી લોકો કાતિલ ઠંડીમાં સપડાયા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY