ઇસ્લામાબાદ,તા.૩૦
પાકિસ્તાન સરકારના એક વરિષ્ઠ અધિકારી તેની શરમજનક માનસિકતાને લીધે ચર્ચાનો વિષય બની રહ્યો છે. પાકિસ્તાન સરકારના જાઇન્ટ સેક્રેટરી પદનો અધિકારી જરાર હેદર ખાન એક રાજદૂતનું વોલેટ ચોરતા કેમેરામાં કેદ થયો હતો.
આ ઘટના પાકિસ્તાન અને કુવૈતની સંયુક્ત મંત્રાલય સ્તરની કમિશન બેઠકમાં બની હતી. કુવૈતના રાજદૂતે પોતાના વોલેટ ચોરી થવાની ફરિયાદ કરતા તપાસમાં પાકિસ્તાની અધિકારી દ્વારા ચોરી કરવાની ઘટના સામે આવી હતી. સીસીટીવી વિડીયો તપાસતા પાકિસ્તાની અધિકારી ટેબલ પર રાખેલા વોલેટને ઉઠાવીને પોતાના કોટના ખિસ્સામાં નાખતો નજર આવી રહ્યો હતો.
એક રિપોર્ટ મુજબ આરોપી પાકિસ્તાની અધિકારીની ધરપકડ કરવામાં આવી છે અને તેની વિરૂદ્ધ કેસ ચલાવામાં આવી રહ્યો છે. બે દેશોની યોજાયેલી આ બેઠકમાં સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવા છતા કુવૈતના રાજદૂતના વોલેટની ચોરીએ બધાને અચંબામાં નાખ્યા હતા.
એક પાકિસ્તાની વરિષ્ઠ પત્રકાર દ્વારા ચોરીના વિડીયોને સોશિયલ મિડીયા પર શેર કરવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



