પાડોશી દેશો સાથે સારા સંબંધો વગર પાકિસ્તાનની સ્થિતીમાં સુધાર નહી આવે

0
11

ઈસ્લામાબાદ,તા.૨૦
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે પાકિસ્તાન પાડોશી દેશોની સાથે સંબંધ સુધારવા માંગે છે. તેમણે કહ્યું કે મેં પાકિસ્તાનના પાડોશીઓ સાથેના સંબંધો સુધારવા માટે વાત કરી છે. જરૂર શાંતિની છે, તેના વગર અમે પાકિસ્તાનની સ્થિતિ સુધારી શકીશું નહીં. ખાન એ રવિવારના રોજ વડાપ્રધાન તરીકે રાષ્ટ્રના નામ પર પોતાના પહેલાં ભાષણમાં આ વાત કહી હતી. આ ભાષણમાં તેમણે પાકિસ્તાનની હાલની આર્થિક સ્થિતિ માટે અગાઉની પીએમએલ-એન સરકાર પર પ્રહારો કર્યા હતા.
ખાને કહ્યુ્ં કે દેશમાં છેલ્લાં ૧૦ વર્ષમાં આર્થિક સ્થિતિ નબળી થઇ તેટલી ઇતિહાસમાં કયારેય થઇ નથી. દેશ પર દેવું વધને ૨૮૦૦૦ અબજ રૂપિયા થઇ ગયું છે. પોતાના સંબોધનમાં ખાને પાકિસ્તાન સામેના આર્થિક પડકારો અંગેની વાત કરી હતી. ખાને નવી લોન લેવાની જગ્યાએ તેના સુધારા પર કામ કરવાની અને ભ્રષ્ટાચાર ખત્મ કરવા પર જાર આપ્યું.
ઇમરાન ખાને ન્યાયપાલિકા, શિક્ષણ અને સ્વાસ્થ્ય દેખભાળની કાયાકલ્પ કરવાની, સિવિલ સર્વિસીસમાં સુધારો, યુવાનો માટે રોજગારની તકો ઉભી કરવાની અને જળ સંકટ ખત્મ કરવા માટે ડેમ બનાવાની પણ વાત કહી. ખાને કહ્યું કે આપણે આપણા દેવા પર જે વ્યાજ ચૂકવવાનું છે તે એ હદ પર પહોંચી ગયું છે કે આપણે આપણી દેવાદારી ચૂકવવા માટે વધુ લોન લેવી પડશે. તેણે કહ્યું કે દેશનું દેવું ખૂબ જ વધી ગયું છે અને બીજીબાજુ આપણો માનવ વિકાસ ઇન્ડેક્સ ખૂબ જ ખરાબ છે.
ખાને પાકિસ્તાનની જનતાને આહ્વાન કર્યું કે તે ગરીબી ઉન્મૂલન, સ્વાસ્થય દેખભાળ સુવિધામાં સુધારો અને બાળકોને યોગ્ય પોષાહાર આપવામાં તેમની સાથે મળી કામ કરે. વડાપ્રધાન ખાને ધનિકો અને ગરીબોની જીવનશૈલીમાં વધતી ખાઇને પણ રેખાંકિત કરી. તેમણે કહ્યું કે તેઓ શાસનની મિતવ્યયી શૈલીને અપનાવશે, ખાને કહ્યું કે તેઓ વડાપ્રધાન આવાસમાં નહીં પરંત સૈન્ય સચિવના ત્રણ બેડરૂમવાળા ઘરમાં રહેશે. તેમણે કહ્યું કે તેઓ બાનીગાલામાં પોતાના ઘરમાં રહેવા માંગતા હતા પરંતુ સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે તેમના જીવને ખતો છે આથી તેઓ અહીં રહે છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY