મહિલાએ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી,દલિત મહિલા પર હુમલો કરી જાતિવિષયક ઉચ્ચારણ કરતા એક્રોસિટીનો ગુનો દાખલ
રાજપીપળા : નાંદોદ તાલુકાના સોઢાલિયાં ગામે એક દલિત મહિલા પર ખેતરમાંથી મકાઈ કેમ કાપી જાય છે એમ કહી મારામારી કરી મહિલાને ઈજાઓ પહોંચી હોય મહિલાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ હુમલાખોરો વિરુદ્ધ એક્રોસિટી ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સોઢાલિયાં ગામે પરમાર ફળિયામાં રહેતી દલિત મહિલા ભાવના ભલુંભાઈ પરમાર ગત રોજ ઘરે જમવાનું બનાવતી હતી ત્યારે ગામના પ્રતાપ નટુ રાજપૂત ત્યાં આવી મારા ખેતરમાંથી મકાઈ કેમ કાપી લાવે છે એમ કહી ઝગડો કર્યો ત્યારે મહિલા એ કહ્યું કે કોઈ મકાઈ નથી કાપી તેથી પ્રતાપે ઉસ્કેરાઈ પેટમાં લાતો મારી છુટ્ટા હાથે મારામાર્યો હતો. જેમાં લખા પ્રવીણ રાજપૂત, પ્રવીણ રણજિત રાજપૂત આ ત્રણેય ભેગા મળી આ દલિત મહિલાને માર માર્યો અને જાતિવિષયક ઉચ્ચારણો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ મહિલાના પતિ અને દીકરો આવી જતા તેને સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લાવવા માં આવી હતી. ભાવનાબેને રાજપીપળા પોલીસે પ્રતાપ નટુ રાજપૂત, લખા પ્રવીણ રાજપૂત, પ્રવીણ રણજિત રાજપૂત મળી ત્રણ વિરુદ્ધ એક્રોસિટીનો ગુનો દાખલ કરી તાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




