લાહોર,તા.૧૦
પાકિસ્તાનમાં જાતીય સતામણીના પ્રયાસના વિરોધ કરનારા ટ્રાન્સજેન્ડરને ચાર લોકોએ ભેગા મળીને જીવતા સળગાવી દીધાના સમાચાર સામે આવ્યા છે. શનિવારે રાત્રે હોસ્પીટલમાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરુવારે લાહોરથી ૨૫૦ કિલોમીટર દૂર સાહિવાલ જીલ્લમાં ચાર આરોપી ટ્રાન્સજેન્ડરને એક સુમસાન જગ્યા પર લઇ ગયા. ત્યારબાદ તેની સાથે જાતીય સતામણી કરવાનો પ્રયત્ન કર્યો. જયારે ટ્રાન્સજેન્ડરે તેનો વિરોધ કર્યો તો આ ચારેય જણાએ ગુસ્સે થઈને તેને જીવતો સળગાવી દીધો.
ટ્રાન્સજેન્ડરનું શરીર ૮૦ ટકા સળગી ગયું હતું જયારે તેને હોસ્પિટલ લઇ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેણે દમ તોડ્યો હતો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ઉત્તર વિસ્તારમાં ટ્રાન્સજેન્ડર ઘણા અસલામત છે. પાકિસ્તાનની એક માનવાધિકાર શાખાએ આ મામલાને તપાસવા માટેના આદેશ આપ્યા છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોથી સમલૈંગિક સંબંધોને અપરાધ માનવાની ૈંઁઝ્રની ધારા ૩૭૭ના પ્રાવધાનમાં સુધારો કરવા માટેની માંગ ઉઠી રહી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુરુવારે આ મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો.
એક બાજુ કોર્ટનું કહેવું છે કે, રોક લગાવવી એ બંધારણીય અધિકારોનું હનન છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિની જેમ (લેસ્બિયન, ગે, બાઈ સેક્્યુઅલ, ટ્રાન્સજેન્ડર) કોમ્યુનિટીના લોકો પણ આટલા જ અધિકારો છે. એક બીજા વ્યક્તિઓએ અધિકારોનું સન્માન કરવું જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




