બેનામી કંપનીઓ પર તવાઈ આવશે : ૧ લાખ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ્દ થશે

0
15

ન્યુ દિલ્હી,તા.૧૦
કંપની બાબતોના મંત્રાલયે બેનામી કંપનીઓના રજીસ્ટ્રેશન કેન્સલ કરવાનું કરી દીધુ છે. મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ કે ૨ લાખ ૨૫ હજાર કંપનીઓને કારણદર્શક નોટીસો મોકલાઈ હતી. જેમાંથી ૭૦,૦૦૦નું રજીસ્ટ્રેશન રદ કરી દેવાયું છે અને બીજી ૧ લાખ કંપનીનું રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં કરવામાં આવશે. આ પહેલા પણ સરકારે પહેલા લીસ્ટમાં સામેલ ૩ લાખ શંકાસ્પદ બેનામી કંપનીઓનું રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યું હતું. આ કંપનીઓના નામ કંપની રજીસ્ટ્રેશન યાદીમાંથી હટાવી દેવાયા હતા. તેમના બેંક ખાતાઓ જપ્ત કરી લેવાયા હતા અને મંત્રાલયે તેની લેવડદેવડની તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત ગાયબ થઈ ચૂકેલી કંપનીઓની તપાસ પણ મંત્રાલય કરી રહ્યું છે.
મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ‘અમે ગાયબ કંપનીઓના નિર્દેશકને શોધવામાં લાગ્યા છે’ હાલમાં મત્રાલય આવી ૭૦ કંપનીઓની તપાસ કરી રહી છે. અમે ઘણા વર્ષોથી એવી કંપનીઓની તપાસ કરી રહ્યા છીએ જે સ્ટોક એક્ષચેન્જના લીસ્ટમાં છે પણ તેનુ કોઈ સરનામુ નથી. ૧૯૯૬થી ૨૦૦૪ની વચ્ચે મંત્રાલયને ૨૦૦થી વધારે ગાયબ કંપની બાબતે માહિતી મળી હતી. જેમાંથી ૭૭ની હજી પણ માહિતી નથી મળી, જ્યારે બાકીની કંપનીઓની ભાળ મળી ચૂકી છે. આમાથી કેટલીક કંપનીઓએ આઈપીઓ માટે અરજી આપી હતી પણ પછીથી તેની કોઈ માહિતી નથી મળી. આવી કંપનીઓને નોટીસ મોકલાઈ હતી જેનો જવાબ ૧૦૦ કંપનીએ આપ્યો હતો. બાકીની કંપનીઓની કોઈ માહિતી નથી મળી.
આ કંપનીઓએ કંપની રજીસ્ટ્રાર અથવા સ્ટોક એક્ષચેન્જને જે સરનામુ આપ્યુ હતુ ત્યાં તેની ઓફિસ નહોતી. ઉપરાંત આ કંપનીઓએ બે વર્ષોથી કંપની રજીસ્ટ્રાર અને સ્ટોક એક્ષચેન્જમાં રીટર્ન જમા નથી કરાવ્યા. સરકારી રેકોર્ડમાં આ કંપનીઓને ગુમ દર્શાવવામાં આવી છે કેમ કે તેના નિર્દેશકોના પણ સરનામા નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY