ઈસ્લામાબાદ,તા.૨૮
ઇમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા માનિક ખાન પહેલીવાર મીડિયા સામે આવી છે. ઇમરાન અને બુશરાના લગ્ન આ વર્ષે ફેબ્રુઆરીમાં થયા હતા. થોડાં સમય પહેલાં બંનેના સંબંધોમાં તણાવ થવા અને બુશરા તેના જૂના ઘરે પરત રહેવા જતી રહી હોવાની વાત સામે આવી હતી. પરંતુ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી થયા બાદ તેઓ એકવાર ફરીથી સાથે હોવાની વાત પણ સામે આવી હતી. પરંતુ લગ્ન બાદ ઇમરાનના પીએમ બન્યા સુધી તે મીડિયાથી દૂર રહી હતી. બુશરાએ પહેલીવાર પાકિસ્તાનની એક ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપ્યું છે. આ ઇન્ટરવ્યુના માધ્યમથી પહેલીવાર તેણે પોતાની વાત સામે રાખી છે. એટલું જ નહીં, ઇન્ટરવ્યુમાં તેણે ઇમરાન ખાનના વખાણ પણ કર્યા છે.
લગભગ પોણા કલાકના આ ઇન્ટરવ્યુમાં તેણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. ઇમરાન સાથે લગ્ન બાદ પોતાના જીવનમાં આવેલા બદલાવનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આ લગ્ન પહેલાં તેની પાસે લોકો અલ્લાહની નજીક જવા માટે આવતા હતા અને હવે ઇમરાનની નજીક આવવા માટે પણ લોકો તેનો સહારો લે છે.
બુશરાએ કહ્યુ કે, લગ્ન બાદ બંનેમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને આ માટે બંને જવાબદાર છે. તેણે ઇમરાનના ડોગના કારણે બંને વચ્ચે તણાવ ઉભો થયો હતો તે સમાચારોને પાયાવિહોણા ગણાવ્યા છે.
ઇમરાન અંગે પુછતાં બુશરાએ કહ્યુ કે, તેને કોઇ પ્રકારના શોખ નથી. તે અત્યંત સાદી વ્યકિત છે. આ જ કારણ છે કે, પાકિસ્તાન પોતાને ખુશનસીબ ગણી શકે. પાકિસ્તાનને એવો વ્યકિત વડાપ્રધાન તરીકે મળ્યો છે જે પોતાના માટે કંઇ જ કરવા નથી ઇચ્છતો. પરંતુ જનતા માટે ઘણું બધુ કરવા ઇચ્છે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



