અમદાવાદ,તા.૨૮
ગુજરાત હાઈકોર્ટે મહેસાણા દૂધ સાગર ડેરીના સભ્ય અને પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરી અને અન્યોને મોટી રાહત આપી છે. વિપુલ ચૌધરી અને અન્ય સભ્યોનું મહેસાણા દૂધ સાગર ડેરીના પ્રાથમિક સભ્યપદ રદ કરવાના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારના નિર્ણય પર હાઈકોર્ટે સ્ટે મુકી દીધો છે. ગઈકાલે એટલે કે ૨૭ સપ્ટેમ્બરના રોજ સહકારી મંડળીઓના રજિસ્ટ્રારે વિપુલ ચૌધરી અને અન્યોનું પ્રાથમિક સભ્યપદ કર્યું હતું જેની સામે હાઇકોર્ટમાં તત્કાલ અરજી થઈ હતી.
આ પહેલા રાજ્ય રજિસ્ટ્રારે દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી, તેમના પત્ની અને માતા ખોટી રીતે સભાસદ બન્યા હોવાની નોટિસ પાઠવી હતી. વર્ષ ૨૦૦૪-૦૫માં વિપુલ ચૌધરી ચેરમેન બન્યા તે સમયે તેમની પત્ની અને માતાને પણ સભાસદ બનાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મહેસાણા દૂધસાગર ડેરીના પેટા કાયદા મુજબ ડેરીને જે દિવસે નોંધણી થઈ તે સમયે જે વ્યકિત સભ્યો હતા, તે સિવાય નવા આવેલા વ્યÂક્ત સભ્યો બની શકે નહીં, એવી જાગવાઈ કરવામાં આવી હતી. આ ડેરીમાં જે-તે સમયે ૯૮ સભાસદ હતા. તેમજ મૃતક વ્યÂક્ત દૂધસાગર ડેરીના સભાસદમાંથી રદ ગણાશે તેવી જાગવાઈ પણ છે અને મૃતક સભાસદના શેર ટ્રાન્સફર થઈ શકશે નહીં તેવી જાગવાઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



