ભારત સાથે યુદ્ધ નહીં વાતચીત જ એકમાત્ર રસ્તો : પાકિસ્તાન

0
6

ન્યૂયોર્ક,તા.૨૯
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા ભારતને લઈને આપેલી આક્રમક ટિપ્પણી બાદ પાકિસ્તાન નરમ પડ્યું છે. પાકિસ્તનના વિદેશ મંત્રીએ કહ્યુંછે કે, ભારત સાથે યુદ્ધ નહીં વાતચીત જ એકમાત્ર રસ્તો છે.
થોડા દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતને લઈને આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. ઈમરાન ખાને કહ્યું હતું કે, શાંતિ-વાર્તા બહાલીની મારી પહેલ પર ભારતના અહંકારી અન નકારાત્મક જવાબને લઈને હું નિરાશ છું. હું મારી જીંદગીમાં મોટા પદે બેઠેલા એવા નાના લોકોને પણ મળી ચુકવ્યો છું, જેમની પાસે મોટા સ્વપ્ન જાવાની ક્ષમતા છે.
જાકે પાકિસ્તાને અચાનક નરમ વલણ અખત્યાર કર્યું છે. પકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ભારત સાથે વાતચીત જ એકમાત્ર રસ્તો છે. યુદ્ધ કોઈ જ વિકલ્પ નથી. સૈન્યનો ઉપયોગ કાયમી સમાધાન નથી. વાતચીત જ એકમાત્ર ઉપાય છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઈમરાન ખાને વડાપ્રધાન બનતા જ ભાર્ત-પાકિસ્તાનની બંધ પડેલી વાતચીતને ફરી શરૂ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. પરંતુ પાકિસ્તાન સૈન્ય દ્વારા ભારતીય સૈનિકો પર થઈ રહેલા હુમલાને લઈને ભારતે કોઈ પણ સ્તરે વાત કરવાનો ઈનકાર કરી દીધો છે. ભારતના આ વલણથી ઈમરાન ખાન ઉકળી ઉઠ્યાં હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY