મુંબઈ,તા.૨૯
વરુણ ધવન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ સુઈ ધાગા જે ૨૫૦૦ સ્ક્રીનો પર રિલીઝ થઈ હતી તેણે ખૂબ ધીમી શરૂઆત કરી છે. એશિયા કપ ૨૦૧૮ ના કારણે ફિલ્મને પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર નુકસાન થયું હતું અને ફિલ્મે ફક્ત ૮ કરોડ ૩૦ લાખ રૂપિયાની જ કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યા મુજબ, ફિલ્મનો બિઝનેશ શનિવાર અને રવિવારે ગતી પકડી શકે છે.
હકીકતમાં ફિલ્મ રિલીઝના દિવસે જ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ હતી જેના કારણે ઘણા લોકોએ સિનેમા જવાનુ ટાળ્યું હતું. ફિલ્મના બિઝનેસ વિશે ટ્રેડ નિષ્ણાતોએ પહેલેથી જ કહ્યું હતું કે પ્રથમ દિવસેનો બિઝનેસ રૂ .૮ કરોડની આસપાસ હોઈ શકે છે. વરૂણ ધવનની આ ફિલ્મનો બિઝનેસ અંદાજ અનુસાર છે પરંતુ તે જાવાનું જરૂરી છે કે હવે ફિલ્મ આગળ શું કરી શકે છે.
આ ફિલ્મ “મેડ ઇન ઇન્ડિયા”ના કોન્સેપ્ટ પર બનાવવામાં આવી છે. ફિલ્મને શરત કટારિયા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. જેમણે પહેલા ‘દમ લગા કે હઈશા’ જેવી સફળ ફિલ્મો બનાવી છે. સુઈ ધાગા આવા જ સામાજિક મુદ્દાઓને પર બનાવવામાં આવી છે. જેમ કે ‘ટોયલેટ એ પ્રેમ કથા’ અને ‘પેડમેન’ છે. ફિલ્મમાં, મૌજી એટલે કે વરૂણ ધવન સેલ્સમેનની ભૂમિકામાં છે, જે સિવણના મશીન વેચે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




