પાકિસ્તાનનું હેલિકોપ્ટર ભારતની હવાઈ સીમામાં ઘૂસી આવ્યું

0
8

શ્રીનગર,તા.૩૦
પાકિસ્તાનના એક હેલિકોપ્ટરે આજે જમ્મુ-કશ્મીર રાજ્યમાં ભારતની હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. એ હેલિકોપ્ટર આજે બપોરે ૧૨.૧૫-૧૨.૨૦ વાગ્યે કશ્મીરમાં એલઓસી સ્થિત પૂંચ સેક્ટરને પાર કરીને ભારતની સીમામાં ઘૂસી આવ્યું હતું.
પાકિસ્તાની હેલિકોપ્ટર અનેક મિનિટો સુધી ભારતીય હવાઈ સીમામાં ફર્યું હતું અને પછી પાછું જતું રહ્યું હતું..
એ જાણવા મળ્યું નથી કે તે હેલિકોપ્ટર ભૂલમાં ભારતીય સીમાની અંદર આવી ગયું હતું કે તે ઘૂસણખોરીનો પ્રયાસ હતો.
ભારતીય સત્તાવાળાઓએ આ ઘટના વખતે અત્યંત સંયમ જાળવ્યો હતો. લશ્કરે એક સમયે તે હેલિકોપ્ટરને તોડી પાડવાનું પણ વિચાર્યું હતું. હવે ભારત આ ઘટના અંગે પાકિસ્તાન સમક્ષ વિરોધ નોંધાવશે.
ત્રાસવાદી સંગઠનોને પાકિસ્તાન દ્વારા અપાતા ટેકાના મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વધુ બગડી ગયા છે એવા વખતે હેલિકોપ્ટરે ભારતીય સીમામાં ઘૂસણખોરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY