પાકિસ્તાને આપી પોતાના જ રાષ્ટ્રીય પ્રાણીના શિકારની મંજૂરી..!!

0
5

ઇસ્લામાબાદ,તા.૭
પાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી મારખોર છે. આ પ્રાણી એક જંગલી પ્રજાતિનો બકરો છે, જે હાલ દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણ કે એક અમેરિકી વ્યકિતએ મારખોરના શિકાર માટે પાકિસ્તાનને ૧,૧૦,૦૦૦ ડોલરની કિંમત ચૂકવી હોવનો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. એટલે કે જા ભારતીય ચલણમાં જાવા જઈએ તો ૭,૧૪,૫૫૦૦ રૂપિયા. હવે સવાલ એ છે કે આખરે પાકિસ્તાના આ રાષ્ટ્રીય પ્રાણી મારખોર કે જે લાંબાવાળ અને મોટા વળાંકવાળા શિંગડા ધરાવે છે. તેવા પોતાના રાષ્ટ્રીય પ્રાણીના શિકારની મંજૂરી પાકિસ્તાન કેમ આપી રહ્યું છે?
હકીકતમાં પાકિસ્તાનમાં મારખોરને સુરક્ષિત પ્રજાતિ હેઠળ રાખવામાં આવી રહ્યું છે. આથી તેના શિકાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાકિસ્તાનની સરકાર તેના શિકારની મંજૂરી માત્ર ટ્રોફી હંટિંગ કાર્યક્રમોમાં જ આપે છે. ટ્રોફિ હંટિંગ કાર્યક્રમ ૨૦૧૮-૧૯માં અત્યાર સુધી પાકિસ્તાન અને વિદેશના શિકારીઓએ ૫૦ જંગલી જાનવરોનો શિકાર કર્યો છે. ગત મહિને જ આ શિકાર પ્રોગ્રામમાં બે અમેરિકીઓએ સર્વોચ્ચ પ્રજાતિના એસ્ટોર મારખોરના શિકાર માટે ૧,૧૦,૦૦૦ અને ૧,૦૦,૦૦૦ ડોલરની કિંમત પરમિટ ફી તરીકે ચૂકવી હતી.
પરમિટ ફી તરીકે પાકિસ્તાનની સરકારને જે પણ રૂપિયા મળે છે તેનો ૮૦ ટકા ભાગ સ્થાનિક પ્રશાસન વચ્ચે વહેંચી દેવામાં આવે છે. જ્યારે બાકીની રકમ પ્રશાસન દ્વારા જાનવરોની સાચવણી માટે અનામત રાખવામાં આવે છે. સ્થાનિક લોકોને પણ આ રકમ જાનવરોની રક્ષા માટે જ આપવામાં આવે છે. આ સાથે જ તેમને જાનવરોનો શિકાર ન કરવા માટેનું સૂચન પણ કરવામાં આવે છે. પાકિસ્તાનના અધિકારીઓનો એવો પણ તર્ક છે કે ટ્રોફી હિંટિંગ કાર્યક્રમોના કારણે તેમના ત્યાં મારખોરના શિકારમાં ઘટાડો થયો છે અને તેમની સંખ્યામાં પહેલાની સરખામણી કરતા વધારો જાવા મળ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY