ભારતના આક્રમક વલણ સામે જવાબી કાર્યવાહી કરીશુંઃ પાકિસ્તાન સેના

0
15

ઇસ્લામાબાદ,તા.૨૨
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાને લઇને પાકિસ્તાનની સેનાએ પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરી છે. પાકિસ્તાન આર્મીએ ભારત પર આતંકવાદના આરોપ લગાવતા કહ્યું કે, ૧૯૪૭થી કાશ્મીરીઓ પર અત્યાચાર થઇ રહ્યા છે. વડાપ્રધાન ઇમરાન ખાન સીઆરપીએફ જવાનો પર થયેલા આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો ઇન્કાર કરી ચુકવ્યા છે. તેઓએ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં પોતાના સૈન્યને ખુલ્લી છૂટી આપી દીધી છે.
પાકિસ્તાન આર્મીના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું, જેવી રીતે બનતું આવ્યું છે, ભારતમાં કોઇ પણ ઘટના બને ત્યારબાદ તાત્કાલિક પાકિસ્તાન પર આરોપ લગાવી દેવામાં આવે છે. આ વખતે અમે જવાબ આપવામાં થોડો સમય લીધો કારણ કે જે આરોપો લગાવ્યા હતા તેની અમે તપાસ કરી. ૧૯૪૭માં પાકિસ્તાન આઝાદ થયું. આ હકીકતને ભારત કિયારેય કબૂલી શકિયું જ નથી. ૧૯૬૫માં અમારી વચ્ચે પહેલીવાર યુદ્ધ થયું, ૧૯૭૧માં લિબરેશનની મદદથી કાવતરાંથી અમને હટાવવામાં આવ્યા. ૧૯૯૯માં તેઓ કારગિલ લઇ આવ્યા.
પાકિસ્તાન આર્મીના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે, ભારત આજ સુધી એ પચાવી નથી શકિયું કે, પાકિસ્તાન આઝાદ થઇ ગયું છે. ૧૯૪૭થી કાશ્મીરીઓ પર અત્યાચાર થઇ રહ્યા છે. ભારત અમારાં દેશમાં આતંકવાદ ફેલાવી રહ્યું છે. અમારી પૂર્વ સરહદ પર ભારત વારંવાર આક્રમકતા દેખાડતું રહ્યું છે.
ગફૂરના જણાવ્યા અનુસાર, ૨૦૦૮માં અમે જ્યારે આતંકવાદ વિરૂદ્ધ યુદ્ધ લડી રહ્યા હતા, ત્યારે એકવાર ફરીથી ભારત બોર્ડર પર પોતાનું સૈન્ય લઇ આવ્યું. ભારતના આતંકવાદની સાબિતી કુલભૂષણ જાધવ તરીકે મોજૂદ છે. પાકિસ્તાન હંમેશા અમનની વાત કરતું કહ્યું છે. એલઓસી પર સિઝફાયર પણ અમે જ યથાવત રાખ્યું છે. ૨૦૦૧માં ભારતીય સંસદ પર હુમલો થયો તે સમયે પણ ભારતમાં ચૂંટણી થઇ રહી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY