વડોદરાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતાં અફડાતફડી મચી,લાખોનું નુકસાન

0
7

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન
વડોદરા,તા.૨૨
હાલોલ-જરોદ રોડ પર આવેલા ભણીયારા ગામમાં સ્ક્રેપ પ્લાસ્ટિકના ગોડાઉનમાં રાત્રે ૧૨ વાગ્યે ભીષણ આગ લાગી હતી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
ભણીયારા ગામમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગને પગલે વડોદરા ફાયર બ્રિગેડની ૬ ગાડીઓ સ્થળ પર દોડી ગઇ હતી. આગને કારણે ભણીયારા ગામના લોકોમાં ભય ફેલાઇ ગયો છે. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ મોટાપાયે નુકશાનની આશંકા સેવાઇ રહી છે.
પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગને કારણે ભણીયારા ગામના લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમારા ગામ પાસે ગોડાઉનમાં આગ લાગી છે. ભીષણ આગ હોવાથી બાજુમાં આવેલા અમારા ગામના મકાનોમાં પણ આગ લાગવાની શક્યતા છે. જેની બેદરકારી હોય તેની સામે પગલાં લેવા જાઇએ.
સ્ક્રેપ પ્લાસ્ટિકના ગોડાઉનમાં કેમિકલના કેરબા હોવાનું પણ બહાર આવ્યું છે. આ કેમિકલને કારણે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ફાયર બ્રિગેડને પણ આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY