દેશમાં આતંકી સંગઠન હોવાની ના પૃષ્ટી કરી શકું કે ના ઇન્કાર

0
6

ઇસ્લામાબાદ,તા.૨૨
કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા. આ હુમલા બાદ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. આ સમયે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મહમુદ અલી દુર્રાનીએ કહ્યું છે કે તે ન તો પાકિસ્તાનમાં આતંકી સંગઠનો હોવાની પૃષ્ટી કરી શકે છે અને ન તો આ વાતથી ઇન્કાર કરી શકે છે.
મુંબઈમાં વર્ષ ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)રહેલા દુર્રાનીએ એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકારે પોતાના દેશમાંથી આતંકવાદને ખતમ કરવાના ઘણા પ્રયાસો કર્યા છે.
વધુમાં દુર્રાનીએ જણાવે છે કે હું પાકિસ્તાનમાં આતંકી સંગઠનો હોવાની ન તો પૃષ્ટી કરી શકું કે ન તો તેનાથી ઇન્કાર કરી શકું છું. જાકે હું એ જરૂર કહીશ કે સેના, સરકાર અને અન્ય કાનુની એજન્સીઓ વર્ષોથી આતંકી સંગઠનોની કમર તોડવાનો ઘણો પ્રયત્ન કરી રહી છે. જેમાં ઘણી હદ સુધી સફળતા પણ મળી છે. ૨૦૧૭માં દુર્રાનીએ કથિત રૂપથી જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંથી સંચાલિત થનાર આતંકી સંગઠને મુંબઈ હુમલાને અંજામ આપ્યો હતો. જાકે તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈની તેમાં કોઈ ભૂમિકા નહોતી.
દુર્રાનીએ આ સીવાય જણાવ્યું હતું કે હું યુદ્ધની વાત કરીશ નહીં પણ ભારતીય મીડિયામાં તેના ઉપર આટલો વધારે હંગામો ઉભો કરી દીધો છે અને તમારા દેશના નેતાઓએ તેને ઘણું પ્રોત્સાહન આપ્યું છે. આ મુદ્દે પાકિસ્તાન સંભાળીને જવાબ આપ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY