આજે સવારે મહત્તમ તાપમાન ગઈ કાલ કરતા ચાર ડિગ્રી ઓછુ નોંધાયું

0
6

સુરત, તા.૨૯
ભારતીય હવામાન વિભાગનીનવી આગાહી મુજબ આગામી દિવસમાં હજુ તાપમાનનો પારો ઊંચે ચઢશે. છેલ્લા ત્રણ દિવસથી સુરત સહિત ગુજરાતમાં હીટવેવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરનું વધુમાં વધુ તાપમાન ૪૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે આજે તાપમાનમાં ઘટાડો નોંધાયો હોવાનું સુરત હવામાન કચેરીએ જણાવ્યું હતું. પિમ દિશા તરફથી ૩ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા તાપમાનનો પારો નીચો ઊતર્યો હતો.
સુરત હવામાન કચેરીના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે ૧૧ઃ૩૦ કલાકે સુરતનું તાપમાન ૩૯.૪ ડિગ્રીને ઓછું ગયું હતું. જ્યારે આજે ૧૧ઃ૩૦ કલાકે તાપમાનનો પારો ૩૫.૪ ડિગ્રીએ નોîધાયો હતો. આમ આજે તાપમાનમાં ચાર ડિગ્રીનોઘટાડો નોંધાયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરનું વધુમાં વધુ તાપમાન ૪૩.૬ ડિગ્રી અને ઓછામાં ઓછું તાપમાન ૨૬.૧ ડિગ્રી દર્જ થયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૪૧ ટકા અને હવાનું દબાણ ૧૦૦૮.૨ મીલીબાર નોંધાયું હતું. સૂર્યદેવતાના પ્રકોપથી આજે પણ લોકો બપોરના સમયે બહાર નીકળવાનં ટાળતા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY