૩૦ જુન સુધીમાં બેનામી સંપત્તીની જાહેરાત કરી દેવા ઇમરાન ખાનની અપીલ

0
10

ઇસ્લામાબાદ,તા.૧૦
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરા ખાને તેમના દેશવાસીઓને કર માફી યોજનાનો લાભ ઉઠાવવા અને ૩૦ જુન સુધીમાં પોતાની બેનામી સંપત્તિનો ખુલાસો કરી દેવા કહ્યું છે. ઇમરાન ખાને લોકોને કહ્યું કે, તેઓ પોતાની બેહિસાબી સંપત્તિની જાહેરાત કરી દેશની વિકાસમાં યોગદાન આપે જે ગંભીર આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યું છે. નાણાંકિય વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટ પહેલા દેશને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, જો આપણે મહાન દેશ બનાવવો છે તો આપણે પોતાને બદલવા પડશે.
તેમણે કહ્યુ કે, હું તમને દરેકને અપીલ કરું છું કે, અમે જે આવક યોજના લાવ્યા છીએ તેનો ભાગ બનો. જો આપણે કર ચૂકવશું નહી તો આપણો દેશ આગળ વધી શકશે નહી. લોકો પાસે પોતાની બેનામી સંપત્તિ, બેનામી બેંક એકાઉન્ટ્‌સ અને વિદેશમાં રાખેલા ધનની જાહેરાત કરી દેવા માટે ૩૦ જુન સુધીનો સમય છે. ૩૦ જુન બાદ તમને આ તક મળશે નહી.
તેમણે કહ્યુ, આપણી એજન્સીઓ પાસે બેનામી ખાતા અને બેનામી સંપત્તિની પુરી જાણકારી છે. મારા પાકિસ્તાનના લોકો પર છેલ્લા ૧૦ વર્ષમાં પાકિસ્તાનનું દેવું ૬૦૦૦ અરબ રૂપિયાથી વધીને ૩૦,૦૦૦ અરબ રૂપિયા થઇ ચુકવ્યું છે. આ યોજના તેમની પાસે પહેલાં ઉપલબ્ધ નહોતી તેથી તેનો લાભ ઉઠાવો અને પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરો. તેમણે કહ્યુ કે, તેમને એક તક આપો કે આ દેશને પોતાના પગ પર ઊભો કરી શકે અને અહીંના લોકોને ગરીબીથી બહાર લાવી શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY