૩૩ વર્ષ બાદ ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા પરિવર્તન… નારાયણ પટેલનાં સુપડા સાફ

0
8

ઊંઝા,તા.૧૦
૩૩ વર્ષ બાદ ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા પરિવર્તન જાવા મળ્યું છે. પ્રતિષ્ઠાભરી ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરની રવિવારે યોજાયેલી હાઇ વોલ્ટેજ ચૂંટણી બાદ સોમવારે સવારે મતપેટીઓ ખુલી હતી. જેમાં ડો. આશા પટેલ સમર્થિત દિનેશ પટેલની પેનલ જીત મેળવી હતી. જ્યારે નારણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલની હાર થઈ હતી.
દિનેશ પટેલના સમર્થકોએ જીતનારને ફૂલહાર કરીને ઉપાડીને તેમજ અબીલ ગુલાલ ઉછાળી અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. આ સાથે જ નારણ પટેલ જૂથનો અંત અને આશા પટેલ જૂથનો ઉદય થયો છે. ઊંઝા માર્કેટયાર્ડમાં વિકાસ પેનલ દ્વારા જીતની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. ખેડૂત અને વેપારી બંને વિભાગમાં વિકાસ પેનલની જીત થઇ છે.
મહત્વનું છે કે ઉંઝાની ચૂંટણીના વિશ્વાસ પેનલના ગૌરાંગ પટેલ, વિકાસ પેનલના દિનેશ પટેલ વચ્ચે જંગ હતો. અહીં ખેડૂત વિભાગના ૧૬ અને વેપારી વિભાગના ૬ ઉમેદવારો મેદાને છે. દિનેશ પટેલ આશાબેન પટેલ જૂથના છે, જ્યારે ગૌરાંગ પટેલ નારણ પટેલ જૂથના છે. ઊંઝા એપીએમસીના છેલ્લાં ૮ વર્ષથી ચેરમેન ગૌરાંગ પટેલ છે.
ઉંઝાની એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં ૧૦૦ ટકા, વેપારી વિભાગમાં ૯૪.૧૧ ટકા મતદાન થયું હતું. ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા હાંસલ કરવા ભાજપના જ બે જૂથ વચ્ચે માર્કેટયાર્ડ કબજે કરવા મેદાને પડ્યા હતા.
સત્તાધારી પક્ષ ગૌરવ પટેલ સત્તા જાળવી રાખવા વિશ્વાસ પેનલ અને ભાજપના જ ધારાસભ્ય આશાબેનના સમર્થક દિનેશ પટેલ વિકાસ પેનલના કુલ ૨૨ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો.
ઊંઝા જીરાના ખરીદ-વેચાણ માટે દુનિયાભરમાં જાણીતું છે. અહીં ૨૭ ખેત ઉત્પાદનોનું ખરીદવેચાણ કરવામાં આવે છે તેમાં તે પ્રમુખ છે. ઉપરાંત ઈસબગુલ, વરયાણી, સરસાવ, રાયડો, તલ, મગફળી, અસાળીયો, રાજગરો, મગ, અડદ, ચણા, તૂવેર, ગુવાર, ઘઉં, જુવાર, કપાસ, ફળ અને શાકભાજી, સહિતનું ખરીદ વેચાણ થાય છે. અહીં ૮૦૦ બિઝનેશ ગ્રૂપ છે. જે ભારત અને વિશ્વના ૧૫૦૦ સેન્ટરોમાં જીરું. વરીયાળી, તૈલીબિયાં, ઈસબગુલનું વેચાણ કરે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY