નકલી ઘીનો ૧૭ કિલો જથ્થો જપ્ત, એકની ઘરપકડ

0
6

પાલનપુર,તા.૬
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં શિહોરી પોલીસે શંકાસ્પદ નકલી ઘીનો ૧૭ કિલો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ એક વ્યકિતની ધરપકડ કરી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો પકડાયેલા જથ્થાનું સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તપાસ માટે મોકલી આપ્યું છે.
પકડાયેલા શંકાસ્પદ ઘીના જથ્થાને પગલે કોઈ મોટું રેકેટ પકડાવાની શકીયતા સેવાઈ રહી છે. પોલીસે ઘીનો જથ્થો કિયાથી લાવવામાં આવતો હતો અને કોણ આપતું હતું તેની તપાસ શરૂ કરી છે.
શિહોરી પીએસઆઈ પી જે જેઠવાએ સ્ટાફ સાથે રાનેરમાં કરિયાણાની દુકાનમાં રેડ કરીને ઘીના જથ્થા સાથે દુકાન ચલાવનાર પ્રજાપતિ રાજેશભાઈ બચુભાઈ (ઉ.વ.૩૫)ની અટક કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY