ટેકાના ભાવે રાયડાની ખરીદી બંધ કરાતા ખેડૂતો રોષે ભરાયા

0
9

પાલનપુર,તા.૬
બનાસકાંઠાના પાલનપુરમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી અચાનક બંધ કરી દેતા ટ્રેક્ટરો લઈને પોતાનો માલ ભરાવવા આવેલા ૧૦૦ જેટલા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે રાયડા ખરીદી કેન્દ્રના અધિકારીઓએ ગઈકાલે ઇદની રજા હોવાથી ખરીદી બંધ રાખી હતી. અમે આજે રાયડો વેચવા આવ્યા છીએ અને ગેટ પાસ પણ અમે લીધો હતો પણ અહીં કોઈ અધિકારી હાજર નથી. રાયડો ખરીદવાનું બંધ કરાયું છે.
યાર્ડના અધિકારીઓ કહી રહ્યા છે કે રાયડાની ખરીદી ચાલુ હતી અને મોડી રાત સુધી ખરીદી કરેલી છે. જ્યારે ખેડૂતોનું કહેવું છે અમે રાયડો વેચવા આવ્યા જ નથી તો કોનો રાયડો ખરીદાયો અને અમારા પછીના ૪ હજાર નંબર પાછળ વાળા ખેડૂતનો રાયડો ખરીદાયો છે એટલે મોટા પ્રમાણમાં રાયડાની ખરીદીમાં ગેરરીતિ થઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY