પુલની સેફ્ટી વોલના નિર્માણ સમયે દુર્ઘટના : બે મજૂરોના મોત,ત્રણ બચાવાયા

0
7

પાલનપુર,તા.૨૫
બનાસકાંઠાના વડામથક પાલનપુરના મોરવાડા પાસે આવેલી ઉમરદસી નદી પરના પુલની સેફ્ટી વોલના નિર્માણ સમયે દૂર્ઘટના ઘટી હતી. સેફ્ટી વોલના નિર્માણ સમયે મિક્સર સાથે ૫ મજૂર દટાયા હતા. જેમાં ભારે જહેમત બાદ ૩ મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ૨ મજૂરોના મોત થયાં હતાં.
મોરવાડાની ઉમરદસી નદીના પુલની સેફ્ટી વોલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જમીન ઘસી પડતાં મિક્સર સાથે કામ કરતાં મજૂરો સેફ્ટી વોલના પાયામાં ખાબક્્યા હતાં. જેના પગલે આસપાસથી લોકોની દોડી ગયા હતા અને ટોળેટોળા વળ્યાં હતાં.
સેફ્ટી વોલ બનાવતી વખતે થયેલી દૂર્ઘટનામાં ઘાયલ થયેલા મજૂરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોતને ભેટલા મજૂરોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY