ભૂજ,તા.૨૫
ફરી એક વખત કચ્છની ધરા ધ્રુજતા કચ્છીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. મંગળવારે ભચાઉમાં વહેલી સવારે ૩.૧૮ વાગ્યે રિક્ટર સ્કેલ પર ત્રણની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.
સવારે ખાવડા નજીક ભારત અને પાકિસ્તાન સરહદ નજીક ૨.૪ રિક્ટર સ્કેલનો બીજા એક આંચકો અનુભવાયો છે. કચ્છમાં ૧૨ કલાકની અંદર ખાવડા અને વાગડ પંથકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા છે.
૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ આવેલા ૭.૭ની તિવ્રતાના ભૂકંપના સાક્ષી રહેલા કચ્છના લોકોમાં ભૂંકપના પાંચ આંચકા બાદ ફફડાટ ફેલાઈ ગયો છે.
૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા નોંધાતા રહે છે. જાકે, આંચકાઓને કારણે જાનમાલને નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી.
૨૦૦૧માં આવેલા વિનાશખ ભૂકંપમાં એકલા કચ્છમાં જ ૧૦ હજારથી વધારે લોકો માર્યા ગયા હતા. ભૂકંપના કેન્દ્રબીંદુથી આશરે વીસ કિલોમીટરના અંતરે આવેલું ભૂજ શહેર આ ભૂકંપમાં મોટાભાગે નાશ પામ્યું હતું. ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો. કચ્છના તાલુકાઓના હજારો ગામોમાં ભૂકંપે તારાજી સર્જાઇ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



