પાલેજ ખાતે હજરત પીર મોટામીયાબાવા સાહેબ ના બે દિવસીય ઉર્સનો પ્રારંભ.

0
169

ઘેર ઘેર ગાયો પાળો”નો ઉપદેશ અાપનાર, કોમી એક્તાના પ્રખર હિમાયતી તથા માનવસેવાના ભેખધારી એવા રાજવલ્લભ રાજગુરૂ, હિઝ હોલીનેસ જેવી પદવીઓથી સન્માનિત થયેલા હજરત પીર મોટામીયા બાવા સાહેબના બે દિવસીય ઉર્સ (મેળા)નો પાલેજ ખાતે શુક્રવારથી દબદબાભેર પ્રારંભ થયો છે.

અા પ્રસંગે મોટામીયા બાવા સાહેબ માંગરોળની ગાદી રચિત GSPRFદ્વારા ‘ચાલો માનવતા મહેકાવી’એનું પણ ભવ્ય અાયોજન કરેલ હોઇ અા પ્રસંગે મૂળ સ્વરૂપે લખાયેલી ભક્તિ સાગર તથા ચિશ્તિયા સિલસિલાના મહાન સુફી સંત ઓલિયા પુસ્તકોનું વિમોચન કરાશે. અા પ્રસંગે ઇતિહાસકાર ડો. મહેબુબ દેસાઇ, કવિ રઇસ મનીયાર તથા શિક્ષણ વિદ ડો.  રાયસિંગ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ વકતવ્ય અાપશે.

અા પ્રસંગે પાલેજ નગર સહિત પંથકના ગ્રામિણ વિસ્તાર સહિત મોટામીયા બાવા સાહેબના અાદિવાસી વિસ્તાર માંડવી તાલુકાના ચોધરી સમાજના અનુયાયીઓ સહિત  હિંદુ – મુસ્લિમ તમામ સંપ્રદાયના લોકો અા બે દિવસીય ઉર્સ માં (મેળામાં) ભાગ લઇ સાંપ્રત સમયમાં માનવ – માનવ વચ્ચે વેર ઝેર સર્જી સમાજમાં વૈમન્સ્ય સર્જનાર માનવતાના શત્રુઓને કોમી એક્તારૂપી સેતુનો એક અનુપમ સંદેશ પુરો પાડી ઉલ્લાસભેર કોમી એક્તાના દિપકને પ્રજવલ્લિત કરશે.

(ઉવૈસ લાંગીયા.પાલેજ)
9033910470

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY