બીલીમોરાની સામાન્ય સભામાં લોકોએ પીવા માટે ગંદા પાણીની બોટલ આપી

0
86

બીલીમોરાનાં ગૌહરબાગમાં આવેલી અંબિકા સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી પાણીની લાઇનમાં ડહોળું – દુર્ગંધવાળું પાણી આવતા સોસાયટીની મહિલાઓએ પાલિકા પર મોરચો લાવી સામાન્ય સભામાં ડહોળું પાણી ભરેલી બાટલી મુકતા ચકચાર મચી છે. બીલીમોરા નગરપાલિકાની ગઇકાલે સાંજે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં ચાલુ સભામાં ગૌહરબાગનાં અંબિકા સોસાયટીની મહિલાઓનો મોરચો ધસી આવ્યો હતો અને તેમણે સભાગૃહનાં ટેબલ પર ડહોળું – દુર્ગંધયુકત પાણી ભરેલી બાટલી મુકી દીધી હતી. સભા પુરી થતાં મહિલાઓએ નગરપાલિકા પ્રમુખ મનીષભાઇ નાયકને તેમની ચેમ્બરમાં મળ્યા હતા અને એક આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અંબિકા સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી પાણીની લાઇનમાં ગટરનું ગંદુ પાણી મીક્ષ થઇને આવે છે. આ દુષિત પાણીની દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાય છે. જે અંગે નગરપાલિકાનાં ચૂંટાયેલા સભ્યોને મૌખિક ફરિયાદો કરી હતી પરંતુ પાણીમાં કોઇ જાતનો સુધારો થયો નથી. સભ્યો દ્વારા આશ્વાસન અપાયું હતું કે, નવી પાણીની લાઇન નાંખવામાં આવશે પરંતુ તેના પણ કોઇ અણસાર દેખાતા નથી. આ દુર્ગંધયુક્ત ગંદા પાણીના લીધે સોસાયટીનાં રહીશોના જાહેર આરોગ્યની સામે ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે. આ સમસ્યાનું નિવારણ નહીં થવાથી નાછુટકે અમારે મોરચો લાવવાની ફરજ પડી છે અને પ્રાયોરીટીનાં ધોરણે આ પ્રશ્નનો નિવેડો લાવવાની માંગણી કરી છે. પ્રમુખે તેમની રજૂઆત સાંભળી ઘટતી કાર્યવાહીની ખાત્રી આપી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY