ત્રણેય અધિકારીઓના બેંક એકાઉન્ટ અને લોકરની તપાસ હાથ ધરવામાં આવી સુરત મહાનગર પાલિકાના ટેન્ડર કૌભાંડમાં ત્રણ અધિકારીઓની ધરપકડ કરાઈ

0
34

સુરત,તા.૧૨
સુરત મહાનગર પાલિકાના ટેન્ડર કૌભાંડમાં ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈને ત્રણેય અધિકારીઓના બેંક એકાઉન્ટ અને લોકરની તપાસ હાથ ધરવામાં આવી છે. અને ઈન્ડયન ઓવરસીઝ બેંકમાં સર્ચ ઓપરેશન ચાલી રÌšં છે.
પાલિકામાં એલઈડી લાઈટ ફીટીંગના ટેન્ડરોમાં થયેલી ગોબાચારીને લઈને વિજીલન્સ તપાસ ઉપરાંત એસીબીમાં ફરિયાદ થઈ હતી. જેને લઈને બે વર્ષ બાદ ત્રણ અધિકારી કાર્યપાલક ઇજનેર માનસંગ નરસંગ ચૌધરી, ડેપ્યુટી ઇજનેર નીલેશ રામચંદ્ર રામાવત અને આસિસ્ટન્ટ ઇજનેર નીલેશ રિપુ પટેલ સામે ગુનો નોંધાયો હતો.જેમાં એસીબીએ કાર્યપાલક ઇજનેર માનસંગ અને આસિસ્ટન્ટ ઇજનેર નીલેશની પહેલા ધરપકડ કરી હતી. ત્યારબાદ ડેપ્યુટી ઇજનેર નીલેશ રામચંદ્ર રામાવત(રહે, કિષ્ના રો હાઉસ, એલપી સવાણી રોડ, અડાજણ, મૂળ રહે, ગામ ગઢડા, તા-મૂળી,જી.સુરેન્દ્રનગર)ની ધરપકડ કરવામાં આવી હતી.
ગુના નોંધ્યા બાદ એસીબીની ટીમે ત્રણેયના સુરત સ્થિત્ રહેણાંક મકાન તેમજ વતનના ઘરે સર્ચ ઓપરેશન કર્યું હતું પરંતુ ત્યાંથી કોઈ વાંધાજનક સાહિત્ય હાથ લાગ્યું ન હતું. ત્યારબાદ એસીબી દ્વારા ત્રણેય અધિકારીનાં ઈન્ડયન ઓવરસીઝ બેંકના બેંક એકાઉન્ટ અને લોકરની તપાસ કરવામાં આવી છે. તેમજ ત્રણેયની અપ્રમાણસરની મિલકત સંદર્ભે પણ તપાસ કરવામાં આવશે.આ કૌભાંડમાં એબીસી કડક હાથે પૂછપરછ કરે તો કૌભાંડનો છેડો ઉચ્ચ અધિકારી સુધી પહોંચી શકે તેમ છે. જેથી આગામી દિવસમાં મનપાના મોટા માથા પણ એસીબીની ગિરફતમાં આવે તેવી શકયતાઓ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY