ગાંધીજી અમને શાંતિથી રાજ કરવા દેતા નથી એવુ ત્રાગુ કરીને અંગ્રેજોએ ગાંધીજી સામે ઉપવાસ નહોતા કર્યા – જયરાજસિંહ

0
432

ભાજપના ૨૮૨ સંસદસભ્યોનો અહંકાર કોંગ્રેસના ૪૪ સંસદસભ્યોએ તોડી મોદી સરકારને સંસદ થી સડક પર લાવી દીધી – જયરાજસિંહ
——-
મોદીજી અને અમિતભાઇ શાહે ઉપવાસ જ કરવા હોયતો ગુજરાતના સૂકાતા ખેતરો માટે પાણી છોડવા મધ્યપ્રદેશની શિવરાજ સરકાર સામે કરે, વિજય માલ્યા અને છોટા મોદી ના ઘરની બહાર કરવા જોઈએ જેથી આ લુંટારાઓનું હ્રદય પરિવર્તન થાય. યોગી આદીત્યનાથ ના આંગણે ઉપવાસ પર બેસી બહેન-બેટીઓની ઈજ્જત લુંટનારાઓ ને સખત નશ્યત કરાવવા જોઈએ -જયરાજસિંહ
——-
મોદીજીના ઉપવાસનું નાટક તેમની જ સરકારની નિષ્ફળતાનું એકરારનામું છે-જયરાજસિંહ
——-

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાશ્રી જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે
ભારતના રાજકીય ઈતિહાસમાં પહેલી વાર પુર્ણ બહુમતીવાળી સરકાર ના વડાપ્રધાન વિપક્ષ સામે ઉપવાસ પર ઉતર્યા છે. સંસદ ચલાવવાની જવાબદારી જેમના ઉપર છે તે સંસદના મુખીયા વિપક્ષ સામે પોતાની વહીવટી લાચારીનુ પ્રદર્શન કરવા ઉપવાસનું નાટક ભજવે તે ખરેખર હાસ્યાસ્પદ છે.
આ તો અંગ્રેજો ગાંધીજી અમને શાંતિ થી રાજ નથી કરવા દેતા એવું ત્રાગુ કરી ઉપવાસ પર ઉતરે એવું મોદીજી એ કર્યુ.

શ્રી જયરાજસિંહે જણાવ્યું છે કે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ના આવે તે માટે ખુદ મોદીજી ને સંસદ ચલાવવામાં રસ જ ન્હોતો. ચંદ્દાબાબુ નાયડુ, શીવસેના, નિતિશ કુમાર, બીજુ પટનાયક,જગનમોહન રેડ્ડી,અન્ના ડીએમકે જેવા પોતાનાજ સહયોગીઓનો બદલાતો સુર મોદી સરકાર ના સુગમ સંગીત ને સંસદમાં બેસુરૂ કરી દેશે તે ભાજપ જાણતું હતું અને માટે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ આવે તે મોદીને પોષાય તેમ ન્હોતુ.

શ્રી જયરાજસિંહે જણાવ્યું છે કે અગાઉ વિપક્ષમા હતા ત્યારે ગાડા, બળદ, ગધેડા, અને ગળામાં શાકભાજી લટકાવી સંસદભવનમાં આવનાર ભાજપ આજે સંસદ પ્રત્યે આટલી ગંભીર કેમ તે ના સમજાય તેવી બાબત છે. નરસિમ્હારાવ ની સરકાર વખતે ઝારખંડ મુક્તિ મોરચાના વિરૂધ્ધમાં સંસદમાં રૂપિયાની નોટોની ગડ્ડીઓ સાથે ધસી આવનાર અને અસંખ્ય વાર સંસદ ખોરવી દેનાર ભાજપ ” સો ચુહે ખાકર બીલ્લી હજ કો ચલી ” ની જેમ નૌટંકી કરી રહી છે.
જેમ ” કુંડુ કથરોટને હસે ” તેમ મોદી-શાહની જોડી ઉપવાસ ના ઓથા હેઠળ મગરના આંસુ સારવા નીકળ્યા છે.

શ્રી જયરાજસિંહે જણાવ્યું છે કે મોદીજી અને અમિતભાઇ શાહે ઉપવાસ કરવા જ હોય તો માલ્યા અને છોટે મોદી ના ઘરની બહાર કરવા જોઈએ જેથી આ લુટારાઓ નુ હ્રદય પરિવર્તન થાય. યોગી આદીત્યનાથ ના આંગણે ઉપવાસ પર બેસી બેટીઓની ઈજ્જત લુંટનારાઓ ને સખત નશ્યત કરાવવા જોઈએ. કાશ્મીર ના લાલચોકમા પથ્થરબાજો સામે ઉપવાસ કરવા જોઈએ. નવાજ શરીફની કેક ના ખાવી પડત જો આ ઉપવાસનું નાટક તે વખતે કર્યું હોત. મોદીજી પાકીસ્તાન ના અન્ન નુ રૂણ ચુકવવાની મજબુરી આપને ના નડતી.

શ્રી જયરાજસિંહે જણાવ્યું છે કે સંસદ ના ચાલી શકી તેનો શોક મનાવવા નીકળેલા રૂદાલી વડાપ્રધાન ને હું પુછવા માંગુ છું કે સંસદ બરાબર ચાલી હોત તો તમે શું આસમાની સુલતાની કરી લેવાના હતા ? શું રામમંદિર નિર્માણ ની તારીખ જાહેર કરી દેત ? પેટ્રોલ ડીઝલ મનમોહન સિંહ સરકારની સમકક્ષ લાવી દેતા ? રાતોરાત મોંઘવારી ઘટી જાત ?
બે કરોડ યુવાઓને કામ મળી જાત?લોકોના ખાતામાં વાયદા મુજબ પંદર લાખ આવી જાત ? આતંકવાદ ખતમ થઈ જવાનો હતો ?

શ્રી જયરાજસિંહે જણાવ્યું છે કે મોદીજી આપ દેશની જનતાને જણાવો તો ખરા સંસદ ચાલી હોત તો શું કરી લેતાં જે છેલ્લા ચાર વરસમાં નથી ઉખાડી શક્યા. સંસદ ચલાવવાની જવાબદારી સરકારની છે. તમારૂ ઉપવાસનું નાટક તમારી નિષ્ફળતાનુ એકરાર નામું છે.
થોડોક સમય બાકી છે હજુ શાનમાં સમજી જાઓ તો સારું નહીતર 2019 માં પરાજય બાદ જનતા સામે ત્રાગુ કરવાનો વારો આવશે..

જયરાજસિંહ પરમાર
પ્રવક્તા-ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
રિપોર્ટર
બ્રિજેશકુમાર રાઠોડ મો-૯૩૭૬૧૯૩૧૩૦

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY