સાપુતારામાં પલટી ગયેલી ટ્રકમાંથી પોલીસને રૃ. ૨૬.૫૨ લાખનો દારૃ મળ્યો

0
85

ટ્રકની નીચેના ભાગે ફ્રિઝના ખાલી બોક્ષ નીચેથી વ્હીસ્કીની નાની-મોટી ૬૬૯૪ બોટલો મળી આવી
સાપુતારાના ઘાટમાર્ગ પર શનિવારે પલટી ગયેલી દારૃ ભરેલી ટ્રકમાંથી પોલીસને રૃ. ૨૬.૫૨ લાખનો દારૃ મળી આવ્યો હતો. ફરાર ચાલકને શોધવા પોલીસે કવાયત આદરી છે. ડાંગ જિલ્લા એલ.સી.બી., એસ.ઓ.જી. અને સાપુતારા પોલીસની ટીમો શનિવારે દારૃબંધીનો કડક અમલ કરવા માટે પેટ્રોલીંગમાં હતી દરમ્યાન નાસિક તરફથી આવતી  ટ્રક (નં. કેએ-૪૦-૫૮૮૨) શંકાસ્પદ જણાતા તેને રોકવાનો પોલીસે ઇશારો કરતા ચાલકે ટ્રક ઉભી નહીં રાખી સાપુતારાથી વઘઇ જતા માર્ગ પર પૂરઝડપે હંકારી ગયો હતો. જેથી એસ.ઓ.જી. પી.એસ.આઇ. ગોહિલે તમામને એલર્ટ કરતા અન્ય ટીમો ટ્રકની વોચમાં હતી. જો કે, આ ટ્રક સાપુતારાના ઘાટમાં ભૂતદેવ ઘાટ પાસે પલટી ગઇ હતી અને તેનો ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પોલીસે ટ્રકમાં  તપાસ કરતા ટ્રકના નીચેના ભાગે ફ્રિઝના ખાલી બોક્ષ નીચેથી વ્હીસ્કીની નાની-મોટી બોટલ નંગ ૬૬૯૪ કિંમત રૃ. ૨૬,૫૨,૪૨૫ મળી આવી હતી.  પોલીસે ટ્રકની કિંમત રૃ. ૧૫ લાખ ગણી કુલ રૃ. ૪૧,૫૨,૪૨૫નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુ તપાસ એલ.સી.બી. પી.આઇ. સી.એન. પરમારે હાથ ધરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY