પેટા પ્રાદેશિક રોજગાર કચેરીનો તાલુકા કક્ષાનો નામ નોંધણી કાર્યક્રમ જાહેર

0
94

જિલ્લાિ માહિતી કચેરી, નડિયાદ તા.૦૨ એપ્રિલ-૨૦૧૮ (સોમવાર)-
પેટા પ્રાદેશિક રોજગાર કચેરી,નડીયાદ દ્વારા માહે એપ્રિલ -૨૦૧૮માં નીચે દર્શાવેલ તારીખોએ જે- તે તાલુકાની સંબંધિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ઉમેદવારોની નામનોંધણી, નોંધણી તાજી કરાવવી (રીન્યુઅલ), વધારાની લાયકાત ઉમેરવી (અપડેશન) તેમજ વ્યવસાય માર્ગદર્શનની કામગીરી માટે અત્રેની કચેરીના જુનિયર રોજગાર અધિકારી/કર્મચારી હાજર રહેશે, જેથી દરેક ઉમેદવારે તેમના અસલ પ્રમાણપત્રો તથા એક ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે સવારે ૧૧-૦૦ કલાક થી બપોરે ૧૪-૦૦ દરમ્યાન સ્વખર્ચે હાજર રહેવું. કચેરીનું સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝેશન થયેલ હોઈ તમામ ઉમેદવારોએ પોતાનું અઘિકૃત ઈ-મેઈલ એડ્રેસ તેમજ મોબાઈલ નંબર ફરજીયાત ધોરણે નોંધાવવાનું રહેશે. આપ રોજગાર કચેરીની ઉપરોકત નિઃશુલ્ક સેવાઓ અંગેની વિગતો ખાતાની વેબસાઈટ www.employment.gujarat.gov.in અને નેશનલ કેરીયર સર્વિસ વેબ પોર્ટ્લ અંગેની વિગતો www.ncs.gov.in પરથી પણ મેળવી શકશો તેમજ પોર્ટલ પર નામ નોંધણી કરાવી શકશો, જેનો મહત્તમ લાભ લેવા વિનંતી.
રોજગાર કચેરીની ઉપરોકત તમામ નિઃશુલ્ક સેવાઓનો તાલુકામથકે બહોળી સંખ્યામાં લાભ લેવા ઈ.ચા પેટા પ્રાદેશિક રોજગાર અઘિકારીશ્રી એન.આર.શુકલ દ્વારા જણાવવામાં આવે છે.
ક્રમ કર્મચારીનું નામ તારીખ તાલુકાનું નામ/સ્થળ
૧ જુનિયર રોજગાર અધિકારી/જુનિયર કલાર્ક (નામ નોંધણી) ૦૩/૦૪/૨૦૧૮ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, કપડવંજ
૨ જુનિયર રોજગાર અધિકારી/જુનિયર કલાર્ક (નામ નોંધણી) ૦૭/૦૪/૨૦૧૮ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પલાણા
૩ જુનિયર રોજગાર અધિકારી/જુનિયર કલાર્ક (નામ નોંધણી) ૧૧/૦૪/૨૦૧૮ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ખેડા
૪ જુનિયર રોજગાર અધિકારી/જુનિયર કલાર્ક (નામ નોંધણી) ૧૨/૦૪/૨૦૧૮ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મહેમદાવાદ
૫ જુનિયર રોજગાર અધિકારી/જુનિયર કલાર્ક (નામ નોંધણી) ૧૩/૦૪/૨૦૧૮

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મહુધા
૬ જુનિયર રોજગાર અધિકારી/જુનિયર કલાર્ક (નામ નોંધણી) ૧૭/૦૪/૨૦૧૮ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, કઠલાલ
૭ જુનિયર રોજગાર અધિકારી/જુનિયર કલાર્ક (નામ નોંધણી) ૧૯/૦૪/૨૦૧૮ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ઠાસરા
૮ જુનિયર રોજગાર અધિકારી/જુનિયર કલાર્ક (નામ નોંધણી) ૨૧/૦૪/૨૦૧૮ તાલુકા પંચાયત કચેરી (ગળતેશ્વર તાલુકો), સેવાલીયા
૯ જુનિયર રોજગાર અધિકારી/જુનિયર કલાર્ક (નામ નોંધણી) ૨૪/૦૪/૨૦૧૮ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, માતર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY