ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજમાં આવેલ શિવટેક ઇન્ડસ્ટ્રીઝ માં થયેલ લાખોની લેડ (સિસા)ની પ્લેટોની ચોરીનો ભેદ બી ડિવિઝન પોલીસે ઉકેલી નાખી બે આરોપી ઓને ઝડપી પાડ્યા છે.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપસીંગ અને નાયબ પોલીસ અધિક્ષક એન.ડી. ચૌહાણની સુચના અને માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર એન.આર.ગામીત અને પોલીસ સબ ઈન્સ્પેકટર જે.વાય પઠાણ અને પોલીસ સ્ટાફના માણસો બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે બે આરોપીઓ મનુબર ચોકડી પરથી પસાર થવાના છે જે અંગે વોચ ગોઠવી બાતમીવાળા આરોપી ત્યાં આવતા જેમને રોકી નામ થામ પૂછતાં આરોપી (૧) સામીખા ઉર્ફે મુકિમ રામજાની હરનાથ જોગી,ઉમર ૨૮,રહે, ભેંસલી,તા.વાગરા જી.ભરૂચ( ૨) તારીફ ઉર્ફે ટીટ્ટા સુપેદા છત્રુ મેવ, રહે,ભેંસલી,તા,જી,ભરૂચ બંન્નેનો ધંધો ભંગાર વેચવાનો હોવાનું જણાવ્યું હતું.પોલીસ દ્રારા બંન્નેની સખ્તાઈ થી પૂછપરછ કરતાં તેઓ દ્રારા દહેજમાં આવેલ શિવટેક ઇન્ડસ્ટ્રીઝમાં થયેલ સિસા ની પ્લેટો નંગ ૨૫૮ જેની કિંમત રૂપિયા ૫,૧૬,૦૦૦ ની ચોરીની કરી હોવાની કબૂલાત કરી હતી.અને આ જગ્યા પર બે થી ત્રણ વખત બીજા અન્ય આરોપીઓ શબ્બીર રહે,કોસદ,અમરોલી,અને તેનો સાઢુ ભાઈ ફિરોજ તથા આરીફ, સોનુ,અબ્દુલ ઇજિયા, રામદીએન ઉર્ફે બટકા,ચુન્ના,અનિલ,અને અરુણ નામના આરોપીઓ સાથે ચોરી કરવા ગયેલ હતાં. અને ચોરી કરેલ શિશુની પ્લેટો શબ્બીર મારફતે રાજપીપલા ચોકડી બ્રિજ ની પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં ભંગારનો ધંધો કરનાર રામ નારાયણ સિંઘને વેચેલ હોવાની કબૂલાત કરી હતી.જે અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્રારા બંન્ને આરોપી ની સી,આર, પી,સી એકટ ૪૧(૧)આઈ મુજબ અટક કરી વધુ તપાસ અર્થે દહેજ પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.અને આગળની વધુ તપાસ દહેજ પોલીસ દ્રારા કરવામાં આવશે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"