પાકિસ્તાનની પ્રશંસા કરનારા ત્યાં જ રહે : પ્રમોદ સાવંત

0
6

પણજી,તા.૪
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે જે પાકિસ્તાનની પ્રશંસા કરવા માગે છે તેમણે ત્યાં જતા રહેવું જોઈએ. તેમણે ભારતમાં રહેવું જ જાઇએ નહીં. તેમણે કહ્યું કે અભિવ્યકિતની સ્વતંત્રતા કોઈ વ્યકિતને ભારતની ટીકા કરવાનો અધિકાર નથી આપતી.
એક કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરતા સાવંતે જણાવ્યું હતું કે તમે આ દેશમાં રહેતા હો અને તેના માટે અભદ્ર વાત કરતા હો તો તે સ્વીકાર્ય નથી.
મુખ્યમંત્રીએ કહ્યું, ‘તમે બોલવાની સ્વતંત્રતાના નામ પર દેશની ટીકા ન કરી શકો. જો તમે આ દેશમાં રહો છો અને તેના માટે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરો છો તો તે સ્વીકારાશે નહીં. જે લોકો પાકિસ્તાનની પ્રશંસા કરવા માગે છે તેઓ પાકિસ્તાન જતા રહે, તેમને ભારતમાં રહેવાની કોઇ જરૂર નથી.
કોઈ નેતાએ પાકિસ્તાન જવાની વાત કરી હોય તેવું આ પહેલીવાર બન્યું નથી. અગાઉ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સહિત ભાજપના ઘણા નેતાઓએ પાકિસ્તાન મોકલવાની વાત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY