પર્રિકરની મહાનતા, એક જ નિર્ણયથી દેશનાં ૪૯,૩૦૦ કરોડ રૂપિયા બચી ગયા હતા..!!

0
46

પણજી,તા.૧૮
ઘણા ઓછા લોકોને ખબર હશે કે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે તેમના કાર્યકાળ દરમિયાન રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવા માટે પગલાં લીધા હતા અને જેના કારણે દેશમાં રૂ. ૪૯,૩૦૦ કરોડની બચત થઈ હતી. ખરેખર ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે રશિયાના એસ ૪૦૦ની ખરીદીની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો.
એક અહેવાલ મુજબ એસ ૪ના ટૂંકા અંતર, મધ્યમ-રેંજ અને લાંબા-શ્રેણીની મિસાઇલ્સ ખરીદવામાં આવ્યા હતા. પરંતુ પાર્રિકરના આદેશ પછી હવાઇ દળે તકનીકી અભ્યાસ હાથ ધર્યા પછી અને અન્ય દેશોની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની સમીક્ષા કર્યા પછી એ વાતની પુષ્ટિ કરી હતી. અને જાણ થઈ કે ટૂંકા અને મધ્યમ શ્રેણીના મિસાઈલ્સ ઓછી સંખ્યામાં ખરીદી શકાય એમ છે.
મનોહર પરિકર સંરક્ષણ મંત્રી હતા ત્યારે તેમણે એવા ઘણાં કામ કર્યા છે જે આપણી જાણકારી બહાર હોય. તેમાનું આ એક કામથી દેશના ૪૯,૩૦૦ કરોડ રૂપિયા બચ્યા હતા. તેમની એક દખલથી દેશના એર ડિફેન્સ પ્લાન્સમાં પરિવર્તન લાવવામાં આવ્યો હતો. જેનાથી હવે આગામી દાયકા સુધી એર ડિફેન્સ સિસ્ટમ્સની ખરીદી પર દેશના કરદાતાઓના ૪૯,૩૦૦ કરોડ રૂપિયા બચવાની આશા છે.
રશિયાના એસ ૪૦૦ લોંગ રેન્જ મિસાઈલ શિલ્ડની ઊંચી કિંમતને ધ્યાનમાં રાખનાર તત્કાલીન સંરક્ષણ મંત્રી મનોહર પરિકરે ૨૦૨૭ સુધી નવા એર ડિફેન્સ સિસ્ટમ્સની ખરીદી માટે ૧૫ વર્ષના ટર્મ પ્લાનની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો. એસ ૪૦૦ છાની રીતે પ્રહાર કરવા આવી રહેલ વિમાનો અને મિસાઈલોને ૩૮૦ કિલોમીટર દૂરથી તોડી પાડવામાં સક્ષમ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY